Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

તળાજામાં ઠાકોર સેનામાં પંદર હોદ્દેદારોના રાજીનામા

તળાજા, તા. રર :  તળાજા ક્ષત્રિય ઠાકોર સેનાના પંદર જેટલા વિવિધ હોદ્દાઓ ધરાવતા આગેવાનોએ સામુહિક રીતે રાજીનામા ધરી દીધા છે. મજબૂત સંગઠન ધરાવતા ઠાકોર સેનામાં થયેલા વિખવાાદને લઇ થયેલા ઉભા કજીયાના કારણે ચકચાર જાગી છે.

ગુજરાત ક્ષત્રિય ઠાકરો સેનાના નેજા હેઠળ ત્રણ વર્ષ પહેલા તળાજા શહેર અને તાલુકા ખાતે ઠાકોર સેનાના તેજા હેઠળ સેવાભાવી યુવાનો સક્રિય બન્યા હતા. મજબૂત સંગઠન રચાયુ હતું. આ મજબૂત સંગઠનના તાલુકાના પ્રભારી ઠાકોર ધરમશીભાઇ શહેર પ્રમુખ રજનીકાંતભાઇ સહિતના ચંદર હોદ્દેદારોએ આજે ઠાકોર સેનાના હોદ્દાઓ પરથી રાજીનામા ધરી દેતા ચકચાર મચી ગઇ છે. ઠાકોર સેના અને ઠાકોર સેનાના સોશ્યલ મીડીયા ગૃપમાં ખળભળાટ મચી ગયો છે.

રાજીનામુ આપનાર તાલુકાના પ્રભારી ધરમશીભાઇએ જણાવ્યું હતું કે અમો  દરેક સમાજના લોકોનું સ્વખર્ચે ઓફીસ ચલાવી સેવાકીય કામો કરતા હતા. ખાસ કરીને સરકારની માનવકલ્યાણ સહાય યોજનાના કામો પણ કરતા હતા. પરંતુ ઉપર લેવલના કેટાલક આગેવાનોેને દરેક સમાજના લોકોના કામો થતા હોઇ તે ગમતુ નહતું  આથી વારંવાર મતભેદો ઉભા થતા હતા જેના કારણે આજે નાછુટકે રાજીનામા ધરી દેવા પડ્યા છે. (૯.ર) 

(12:15 pm IST)