Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

કોડીનાર કોર્ટ દ્વારા મારામારીના કેસમાં પકડાયેલ ચાર શખ્સોને બે-બે વર્ષની સજા

કોડીનાર, તા. ર૩ : કોડીનાર તાલુકાના મિભાજ ગામે સને ર૦૦પમાં થયેલ મારામારીના કેસમાં કોડીનાર કોર્ટે તમામ ચારેય આરોપીઓને બે-બે વર્ષની સખ્ત કેદની સજા ફટકારતા મારામારી કરતા તત્વોમાં કે જેમના કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે તેમાં ભારે ફફડાટ ફેલાયો છે.

આ અંગેની વિગત મુજબ તા. ૭-પ-૦પના કોડીનાર તાલુકાના મિભાજ ગામે મહેશ જેસીંગભાઇ બારડ ઉપર ભુપત બાબુ વાઢેર, બાબુ રૂખડ વાઢેર, રૂખડ વાઢેર અને હરી હમીર વાઢેરે લોખંડના પાઇપ જેવા હથીયારોથી હુમલો કરી ઇજા પહોંચાડતા મહેશ જેસીંગ બારડે કોડીનાર પોલીસમાં ફરીયાદ નોંધાવેલ.આ કેસ કોડીનાર જયુડી. મેજી. કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ નરસિંહભાઇ બાંભણીયની દલીલો-સાક્ષીઓ પુરાવાને ધ્યાને લઇ જજશ્રી શેખે ભુપત બાબુ વાઢેર, બાબુ રૂખડ વાઢેર, રૂખડ વાઢેર અને ભૂપત બાબુ વાઢેરને ર-ર વર્ષની સખ્ત કેદ અને પ૦૦-પ૦૦ રૂ. દંડની સજા ફટકારી છે.

આ કેસમાં સમાધાન રેકોર્ડમાં મૂકાયો હોવા છતાં કોર્ટે સમાધાન ફમાવી મારીમારી કરી સમાધાન કરતા તત્વોમાં ઉદાહરણરૂપે ચૂકાદો સંભળાવતા આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. (૮. ૪)

(9:45 am IST)