Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કુતિયાણા તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખ ભૂરીબેન વિરમભાઇ વાસણ અને તેના પતિ ઉપર જીવલેણ હુમલો : બન્‍ને પોરબંદરની સરકારી હો‌સ્‍પીટલમાં સારવારમાં : તા. પં.ની કહેર બેઠક ઉપરથી ભૂરીબેન ચૂંટાયા બાદ ચૂંટણીના મનદુઃખ થી હરીફ જુથના માણસો દ્વારા હુમલો

પોરબંદર : કુતિયાણા તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખ ભૂરીબેન વિરમભાઇ વાસણ અને ભૂરીબેનના પતિ વિરમભાઇ બન્‍ને ઉપર ચૂંટણીના મનદુઃખથી હરીફ જુથના મનદુઃખથી હરીફ જુથના માણસોઅે જીવલેણ હુમલો કરતા બન્‍નેને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્‍પીટલમાં સારવાર માટે ખસેડાયેલ છે.

તાજેતરમાં કુતિયાણા તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં કુતિયાણા તાલુકા પંચાયતની કહેર ગામની બેઠક ઉપરથી ભૂરીબેન વિરમભાઇ વાસણ વિજેતા થયાં હતા. ત્‍યારબાદ આ ચૂંટણીના જીતનાં મનદુઃખને લીધે હરીફ જુથના સભ્‍યોઅે હુમલો કર્યાનું બહાર આવ્‍ય઼ુ છે.

(9:46 pm IST)