Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જામનગરના મોટીગોપમાં કાલથી 31 માર્ચ સુંધી લોકડાઉન લાગુ : એકસાથે 11 કોરોના પોઝિટિવ કેસ આવતા ગ્રામ પંચાયતનો નિર્ણય

કોરોનાનું સંક્રમણ વધતા ગોપના સરપંચે સ્વૈચ્છિક લોકડાઉનનો કર્યો નિર્ણય

જામનગરના મોટીગોપમાં કાલથી 31 માર્ચ સુંધી લોકડાઉન લાગુ કરાયું છે જામજોધપુર તાલુકાના મોટીગોપ ગામે એકસાથે 11 કોરોના પોઝિટિવ કેસ આવતા ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે જેમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ રહેશે---કોરોનાનું સંક્રમણ વધતા ગોપના સરપંચે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે

(7:25 pm IST)