Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જામકંડોરણા ના તરેવડા ગામે અકસ્માતના બનાવનો આરોપીને પોલીસે ઝડપ્યો

ધોરાજી: જામકંડોરણાના તરેવડા ગામે અકસ્માતના બનાવનો આરોપીને પોલીસે ઝડપ્યો છે જામકંડોરણાના તરેવડા ગામે રહેતાં ફરિયાદી રામજીભાઇ રાઘવજીભાઇ ના પિતા રાઘવભાઇ લાઘાભાઇ (ઉવ 80 )ચાલી ને વાડીએ જતા હતા ત્યારે તરેવડા રોડ પર અજાણ્યા કાર ચાલકે હડફેટે લઈ ને કાર ચાલક પોતાની સફેદ કલરની ફોરવ્હીલ ગાડી લઇને નાસી ગયો હોવા ની પોલીસ ફરિયાદ નોધાઈ હતી પોલીસે કાર તથા ચાલક મામલે તપાસ કરતા જામકંડોરણા ટાઉનમાં સીસીટીવી કેમેરા હાલ કમાન્ડ એન્ડ કંટ્રોલ કાર્યરત હોય જેની મદદથી ફરીયાદમાં જણાવેલ વર્ણનવાળી સફેદ કલરની ફોરવ્હીલ ગાડી આગળના ભાગે કાચ તુટી ગયેલ તથા બોનેટના ભાગે ઘોબો પડી ગયેલ ગાડી જોવામાં આવેલ જે ફોરવ્હીલ ગાડી જેના નંબર જીજે 03 એચએ 3879 વાળી નંબર પ્લેટ કેમેરામાં ડીટેકટ થઇ આવતા ઇ-ગુજકોપમાં ચેક કરતા સદરહું મારુતી સુઝુકી કંપનીની સ્વીફટ સફેદ કલરની ફોરવ્હીલ ગાડી ભરતભાઇ હરજીભાઇ રહે હરીયાસણ ની હોય જે બાબતે પીએસઆઇ ગોહીલ તથા પોલીસ સ્ટાફ દ્વારા તુરંતજ આ અકસ્માત ના બનાવ નો આરોપી કૌશલકુમાર ભરતભાઇ પટેલ( ઉ 24 )(રહે.ધોરાજી )ને  મારુતી સુઝુકી કંપનીની સ્વીફટ સફેદ કલરની ફોરવ્હીલ ગાડી જેના રજી. નંબર જીજે 03 એચએ 3879 સાથે મળી આવેલ અને સદરહુ ગુન્હાની કબુલાત આપતા ગુન્હાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે

(7:21 pm IST)