Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

અંજારના વ્યાપારીની દીકરીનું અપહરણ કરી ૧૦ કરોડની ખંડણી માંગનાર ઝડપાયા

એક આરોપી હિતેશ ઉર્ફે રાજ કા ફિલ્મ માર્કેટિંગનું કરે છે, એક આરોપી રવિને જવું હતું, ભુજમાં સોની વ્યાપારીને પણ લૂંટ્યા

ભુજ : ઝડપથી રૂપિયા કમાવવાનો ગુનાખોરીનો શોર્ટકર્ટ જેલમાં લઈ જાય છે. તો, ગુનો કરી નાસતા ફરતા આરોપીઓ અંતે કાયદાના લાંબા હાથમાં ઝડપાઈ જાય છે. અંજારમાં અપહરણ અને ખંડણી માંગવાના કેસમાં સંકળાયેલા આરોપીઓ બે મહિના પોલીસને હાથતાળી આપ્યા બાદ અંતે ઝડપાઈ ગયા છે. ગત ૧૫ જાન્યુ. ના અંજારના વ્યાપારી દીકરીનું અપહરણ કરી ૧૦ કરોડની ખંડણી માંગવાના કેસમાં અંજાર પોલીસે ચાર ગુનેગારોને ઝડપી પાડયા છે. જોકે, અપહરણના આ બનાવમાં જે તે સમયે પોલીસે દબાણ બનાવ્યું હતું જેનાથી આરોપીઓએ ગભરાઈ અપહૃત દીકરીને ભુજમાં છોડીને નાસી છૂટયા હતા. પણ, આ બનાવમાં આ વ્યાપારી ને ત્યાં નોકરી કરનાર ઉપેન્દ્ર વિશ્વકર્માની ભૂમિકા હતી. પોલીસે અન્ય આરોપીઓ હિતેશ ઉર્ફે રાજ કાતરિયા, રવિ ખીમજી સોરઠીયા, વિકાસ દયારામ કાતરિયા, હસમુખ બાબુ માળી ની ધરપકડ કરી છે. આરોપીઓ પૈકી હિતેશ ઉર્ફે રાજ કાતરિયા ફિલ્મ માર્કેટિંગ સાથે સંકળાયેલો છે. જ્યારે આરોપી રવિ વિદેશ જવા માંગતો હોઈ તેને રૂપિયા જોઈતા હતા. પોલીસની પૂછપરછમાં આ આરોપીઓ પૈકી ત્રણ હિતેશ ઉર્ફે રાજ કાતરિયા, હસમુખ માળી ઉપરાંત હજી નાસતો ફરતો આરોપી ઉપેન્દ્ર વિશ્વકર્માની ભુજમાં હોસ્પિટલ રોડ ઉપર સોની વ્યાપારી ને લૂંટી લેવાના કેસમાં સંડોવણી ખુલી છે. અંજાર પીઆઈ એમ.એન. રાણા અને સ્ટાફે આરોપીઓને બે કાર સાથે ઝડપ્યા બાદ વધુ પૂછપરછ સાથે અન્ય ગુનાઓની માહિતી મેળવવા ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે.

(7:19 pm IST)