Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ભાણવડ પાલિકાના ૮ સભ્યો ભાજપમાંથી સસ્પેન્ડ

કોંગ્રેસને ટેકો આપતા અને મેન્ડેન્ટનો અનાદર કરતા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની કાર્યવાહી

(કૌશલ સવજાણી-ડી.કે. પરમાર દ્વારા) ખંભાળીયા-ભાણવડ, તા. ૨૪ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પાલિકાના ૮ સભ્યોએ ભાજપમાંથી ચૂંટાયા બાદ કોંગ્રેસને ટેકોે આપતા ભાણવડ પાલિકામાં કોંગ્રેસનું શાસન આવતા ભાજપના ૮ સભ્યોને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

ભાજપ દ્વારા નગરપાલિકા સામાન્ય સભામાં અપાયેલા મેન્ડેન્ટનો અનાદર કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની સૂચનાથી જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ દ્વારા સસ્પેન્ડનો આદેશ અપાયો છે.

જેમાં મધુબેન કાનજીભાઈ વાઘેલા, હર્ષિદાબેન જીજ્ઞેશભાઈ રાઠોડ, હીનાબેન સુભાષભાઈ કણઝારીયા, જીજ્ઞાબેન હિતેશભાઈ જોષી, કિશોરભાઈ નરશીભાઈ ખાણધર, અલ્તાફ ઈબ્રાહીમ બ્લોચ, મંજુબા ઉમેદસિંહ જાડેજા અને સરોજબેન રમેશભાઈ ચાંગેલા સામે કાર્યવાહી કરવામાં આવી છે.

(4:07 pm IST)