Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

વેરાવળ બંદરમાં આગ લાગતા બોટ ભસ્મીભુત

વેરાવળઃ બંદરમાં મોડીરાત્રે અચાનક બોટ માં આગ લાગતા એક બોટ ભસ્મીભુત થયેલ હતી અને બીજી બોટ ને નુકશાન થયેલ સમયસર ફાયરફાઈટર પહોચી જતા બીજી બોટોને નુકશાન થતા અટકેલ હતું. વેરાવળ બંદર ની અંદર મોડીરાત્રે અચાનક બોટમાં આગ લાગેલ જેથી તે આખી ભડભડ સળગવા લાગેલ તાત્કાલીક ફાયરફાઈટરને જાણ કરતા બનાવ ના સ્થળે પહોચેલ હતો એકાદ કલાકની મહેનત બાદ આગ કાબુ માં આવેલ હતી તે દરમ્યાન આખી બોટ બળીને ભસ્મીભુત થયેલ હતી તેની બાજુમાં નવી બોટ પડેલ તેને પણ નુકશાની થયેલ હતી.

(12:57 pm IST)