Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

અમરેલીમાં ૧૩ કેસઃ કોરોનાથી વૃધ્ધનું મોત

અમરેલી તા.ર૪ : અમરેલી જિલ્લામાં કોરોનાની સ્થિતી વણસતી હોય તેમ કોરોનાના  ૧૩ કેસ નોંધાયા હતા. હોસ્પિટલમાં કુલ ૭પ દર્દી સારવાર હેઠળ છે. જયારે ૩ દર્દીઓને સારૂ થઇ જતા રજા અપાઇ હતી. કુલ ૩૯૯ર કેસો થયા છે. જેમાં કુલ ૪૧ના આજ સુધીમાં મોત થયા છે. દરમિયાન સરકાર દ્વારા કોરોના વેકસિન અપાતા ૭૩૦૦ લોકોને આપવામાં આવી હતી. તેમ આરોગ્ય સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આજે સુખનાથપરાના વૃધ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયુ હતુ.

માર્કેટયાર્ડમાં રજા

૩૧ માર્ચે નાણાકીય વર્ષ પુરૂ થતુ હોય અનુલક્ષીને આવતીકાલે તા.રપ થી અમરેલી જિલ્લાના મોટાભાગના માર્કેટયાર્ડો વહીવટી કામગીરી સર રજા પાળશે.

તા.રપ ગુરૂવારથી રજા પાડયા બાદ ૧ એપ્રિલ ગુરૂવાર સુધી નાણાકીય વર્ષના સઘળા કામ કાજ માટે અમરેલી માર્કેટયાર્ડ નિર્ણય લીધો છે એજ રીતે સાવરકુંડલા માર્કેટયાર્ડમાં પણ તા.ર૬ થી ૧ એપ્રિલ સુધી હોળી, ધુળેટી, તહેવારો તથા માર્ચ એન્ડીંગને કારણે બંધ રહેશે. ઓફિસ કામગીરી તા.ર૮, ર૯ બે દિવસ બંધ રહેશે અને ર-૪-ર૧ શુક્રવારથી માર્કેટયાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. સાવરકુંડલા માર્કેટયાર્ડના સુત્રોએ જણાવ્યુ઼ છે.

પીએમ વિના મૃતદેહ લઇ ગયા

રાજુલા તાલુકાના પટવા  ગામે વિજુબેન રમેશભાઇ ગુજરીયાને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયા સારવાર દરમિયાન તા.ર૧-રના બપોરે તેમનું મૃત્યુ થતા પતિ રમેશ બેચર ગુજરીયા પત્નીનું લાશનું પીએમ કરાવ્યા વગર લઇ ગયેલ અને ઘરે આવીને કરશન વશરામ, રવજીઅ મરા, ભીખા જાદવ, બટુક બાધા ગુજરીયાની મદદથી અંતિમ સંસ્કાર વિધી કરી પોલીસને જાણ ન કરી ગુન્હો કર્યાની હે. કોન્સ. મરિન પીપાવાવના હમીરભાઇ કામળીયાએ ફરિયાદ નોંધાવી છે.

ધારીમાં ધમકી આપી

ધારી નવી વસાહતમાં હાલ વિજપડી રહેતા સુભાનબેન જીકરભાઇ બેલીમ ઉ.વ.૪૦ને સમાચાર મળેલ કે પતિએ તેમનું મકાન વેચી નાખેલ છે. જેથી તેઓ ધારી મકાને આવી તપાસ કરતા પતિ જીકર બેલીમ, દિકર રફીક અલી બેલીમ, જેઠ જમાલ અલી, જેઠનો દિકરો મજીદ જમાલ બેલીમે ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ચોત્રા ગામે મારામારી

રાજુલાના ચોત્રા ગામના ભુરાભાઇ બોરીચા ઉ.વ.૪૦ને જુના મનદુઃખના કારણે નાગેશ્રીના હાઇવે રોડ સોમનાથ હોટલ પાસે મીઠાપુર ગામના દિપુ બાબુભાઇ વરૂ, શાંતિ બાબભાઇ વરૂ, હરેશ બાબભાઇ વરૂએ કુહાડાના હાથા વડે માર મારી ભાઇ અને કાકાને ગાળો બોલી ધમકી આપ્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પુલ પરથી પડતા મોત

ધારી તાલુકાના બોરડી ગામે રહેતા ઘનશયામભાઇ ગજરાજગીરી ગોસાઇ ઉ.વ.પપ રાત્રે પોતાના ઘરે પુલ ઉપરથી જતા હતા. ત્યારે સામેથીઆવતા વાહનની લાઇટમાં અંજાઇ જતા પુલ ઉપરથી નીચે પડતા ઇજાઓ થયેલ. જેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત મોત નીપજયાનું પુત્ર નિલેશગીરી ગોસાઇએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

જુના મનદુઃખના લીધે

રાજુલા લીલાપીરની ધાર પાસે જુના મનદુઃખના કારણે જયાબેન અને તેના પતિ રાજુભાઇ શંભુભાઇ પરમારને તેના કુટુંબી સાર્દુળ દુદા પરમાર, રસીદ દુદા પરમારે ગાળો બોલી ઢીકાપાટુનો માર માર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:50 pm IST)