Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જુનાગઢ સિવીલ હોસ્પીટલમાં મેડિકલ ઓફીસર તરીકે ડો. હર્ષવદન ઠાકર મુકાયા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.ર૪ : જુનાગઢ સિવીલ હોસ્પીટલમાં મેડીકલ ઓફિસર તરીકે ડો. હર્ષવદન ઠાકરની નિમણુંક થતા તેઓએ ચાર્જ સંભાળી કામગીરીનો આરંભ કર્યો છે.

જુનાગઢમાં ધારા કલાસીસના સંચાલક પ્રજ્ઞેશભાઇ ઠાકર અને અલ્કાબેનના પુત્ર એવા હર્ષવદનએ ફિલીપાઇન્સથી એમ.બી.બી.એસ.  કરેલ તેમજ ભારત આવી એમ.સી.આઇ. પહેલાજ પ્રયત્ને પાસ કરી હાલ તે જુનાગઢ સીવીલમાં ફરજ બજાવે છે. ડો. હર્ષવદનએ સમસ્ત બ્રહ્મસમાજ અને ગિરીનારાયણ બ્રહ્મ સમાજનું અને જુનાગઢનું ગૌરવ વધારેલ છે તે બદલ તેમને લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.

(12:50 pm IST)