Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જૂનાગઢમાં મહિલા સંચાલિત ધમધમતુ જુગારધામ પકડાયુ

૪ મહિલાની રૂ. ૧૦,૩૦૦ સાથે ધરપકડ

જૂનાગઢ, તા. ૨૪ :. જૂનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામનો પોલીસે પર્દાફાશ કરી ૪ મહિલાને રૂ. ૧૦૩૦૦ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડી હતી.

જૂનાગઢમાં મધુરમ બાયપાસ આવેલ ગોપાલધામમાં રહેતા ગીતાબેન જયંતીભાઈ વાણવી (ઉ.વ. ૬૩) નામની વૃદ્ધા તેના રહેણાંક મકાનમાં જુગાર રમાડતા હોવાની બાતમી મળતા સી-ડિવીઝનના પીએસઆઈ પી.જે. બોદર તેમજ સ્ટાફના સંજય સિસોદીયા, ગોવિંદભાઈ પરમાર, એમ.બી. મકવાણા, ભગવાનજીભાઈ વાણીયા અને શીતલબેન મોરવાડીયા વગેરેએ સાંજે દરોડો પાડયો હતો.

જેમા ગીતાબેન તેમજ તેને ત્યાં જુગાર રમવા આવેલ અદિતીનગરના શાંતાબેન નાનજીભાઈ વાઘેલા (ઉ.વ. ૫૧), શ્રીનગર સોસાયટીની હીમાનીબેન હરેશભાઈ વાઢેર (ઉ.વ. ૨૬) અને ધરારનગરમાં રહેતા ગીતાબેન ભરતભાઈ બગડા સહિત ચાર મહિલાની રૂ. ૧૦,૩૦૦ની રોકડ રકમ સાથે ધરપકડ કરી હતી.

આ તમામ મહિલા સામે એએસઆઈ એલ.જે. ટાંકે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

રીક્ષામાં દારૂની હેરાફેરી

જૂનાગઢમાં ભૂતનાથ ફાટક પાસેથી રાત્રે સી-ડિવીઝનના કોન્સ્ટેબલ ચેતનસિંહ વગેરેએ મુસ્તાક હુસેનભાઈ હાલાને અતુલ રીક્ષામાં રૂ. ૪૦નો દેશી દારૂ લઈ જતો ઝડપી લઈ દારૂ અને રીક્ષા સહિત કુલ રૂ. ૨૫,૦૪૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:48 pm IST)