Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ભાણવડ પાલીકાનું શાસન ભાજપ પાસેથી કોગ્રેસે આંચકી લીધું

ભાજપના ૮ સભ્યોએ કોંગ્રેસને ટેકો આપતા હવે બે-ત્રણ દિવસમાં કોગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાશેઃ જીલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જાગલના ગઢમાં ગાબડુઃ વિક્રમભાઇ માડમની સુશાસન આપવાની ખાત્રી

(કૌશલ સવસાણી દ્વારા) ખંભાળીયા, તા., ૨૪: દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડ નગર પાલીકાનું શાસન ભાજપ પાસેથી કોગ્રેસે આંચકી લીધું છે. આજે કોગ્રેસના ૮ સભ્યોને ભાજપના ૮ સભ્યોએ ટેકો આપતા કોગ્રેસનું શાસન આવી ગયું છે.

આ અંગે કોગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે જણાવ્યું હતું કે ભાજપના ભયંકર ભ્રષ્ટાચારથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા અને ભાજપના જ ૮ સભ્યોએ ભાણવડનો  કેવી રીતે વિકાસ કરવો અને લોકોની સુખાકારી માટે કોગ્રેસમાં જાડાવવાની ઇચ્છા વ્યકત કરતા આજે પાલીકામાં કોગ્રેસનું શાસન આવ્યુ઼ છે.

વિક્રમભાઇ માડમે વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં કોગ્રેસ લોકોને સારી સુવિધા મળે તે દિશામાં જુદા જુદા વિકાસ કાર્યો હાથ ધરશે.દેવભુમી દ્વારકા જીલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જાગલનું વતન ભાણવડ છે ત્યારે ભાણવડમાં જ કોગ્રેસનું શાસન આવતા તેના ગઢમાં ગાબડા પડયા છે.આવનારા દિવસોમાં કોîગ્રેસ શાસીત પાલીકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી થશે.

ભાણવડનો અહેવાલ

(ડી.કે.પરમાર દ્વારા) ભાણવડઃ  છેલ્લા ઘણા સમયથી ભાજપનો આંતરીક વિવાદ ચાલી રહયો હોય જેના લીધે લોકહીતનાં કામો ટલ્લે ચડી ગયા છે. છેલ્લા ઘણા સમયથી પાલીકા પર ભાજપનો કબ્જા રહયો છે.

પાલીકામાં અઢી વર્ષની ટર્મ પુરી થયા પછી નવા પ્રમુખ-ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની નિમણુંક કરવામાં આવેલ. આ નિમણુંકથી ભાજપમાં આંતરીક વિવાદ થયો હતો. બળવાખોર સભ્યોના ઍક પણ સભ્યોને મહત્વનાં હોદામાંથી ઍક પણ હોદો ન મળતાં છેલ્લી જનરલ બોર્ડમાં ભાજપનાં બળવાખોર સભ્યોઍ વિપક્ષના ટેકાથી ઍક પણ ઠરાવ પસાર થવા ન દઇ ખુલ્લો બળવો કરતા છતાંય મોવડી મંડળ મુક પ્રેક્ષક બની  હતી.

પરંતુ સવાલ એ ઉભો થાય છે કે ભાજપ દ્વારા શીસ્તની વાતો કરવામાં આવે છે. તો ભાજપનાં બળવાખોર સભ્યોને પક્ષ વિરોધી પ્રવૃતી કરવા છતાં સસ્પેન્ડ કેમ ન કરવામાં આવ્યા? અને તેની સામે કોઇ પણ પ્રકારનું એકશન કેમ લેવામાં આવ્યું નથી. જે બાબત ખુબ ચર્ચાનો વિષય બની ગઇ છે.

(12:08 pm IST)