Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જામનગરના ઘુડશીયાના ખેડૂત પુત્ર GATEની પરિક્ષામાં ભારતમાં ૯મા ક્રમે ઉર્તિણ

જામનગર તા. ૨૪ : જિલ્લાના ધુડશીયા ગામના ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા અને પશુ ચિકિત્સક તબીબના પુત્ર જય માધાણીએ GATEની પરીક્ષામાં ૧૦૦ માંથી ૭૯ માકર્સ મેળવી સમગ્ર ભારતમાં ૯ ક્રમાંકે અને ગુજરાતમાં બીજા ક્રમાંકે ઝળકતા પટેલ સમાજ દ્વારા જયનું સન્માન કરાયુ છે.

૨૦૨૧માં ભારતભરમાંથી ૭,૧૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ GATEની કેન્દ્રીય પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં ૧૦૦ માંથી ૭૯ માકર્સ મેળવી કેમિકલ એન્જિનિયરીંગમાં સારો દેખાવ કરી સિદ્ઘિ મેળવી છે.

ધુળસીયા ગામે સંયુકત કુટુંબમાં રહેતા જય માધાણીના પરિવારમાં પિતા પશુ ચિકિત્સક તરીકે પ્રેકિટસ કરી રહ્યા છે જયારે માતા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે સેવાઓ આપી રહ્યા છે. મોટાભાઈ પાર્થ હાલ વિશ્વની સર્વશ્રેષ્ઠ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કેમિકલ એન્જિનિયરિંગ કરી ફરજ બજાવી રહ્યા છે ત્યારે મોટાભાઇના પગલે નાનાભાઈ જયએ પણ કેમિકલ એન્જિનિયરીંગમાં કાઠું કાઢ્યું છે. આ સિદ્ઘિને લઈને જામનગરના લેઉવા પટેલ સમાજ ખાતે હોદ્દેદારો દ્વારા જયને સિદ્ઘિ બદલ બિરદાવવામાં આવ્યો હતો.

જામનગરના ધુડશીયા ગામમાં જ આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરી છઠ્ઠા ધોરણથી અલિયાબાડાની નવોદય વિદ્યાલયમાં ધોરણ ૧૨ સુધીનું અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. ૧૭ વર્ષની ઉંમરે જય માધાણીએ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રે અભ્યાસ શરૂ કર્યો હતો. ચાર વર્ષના અભ્યાસક્રમમાં કુલ ૮ સેમેસ્ટરમાંથી અંતિમ સેમેસ્ટર પુર્વજ સાતમા સેમેસ્ટરના અભ્યાસક્રમમાં સફળતા મેળવી છે. તાજેતરમાં જ ૧૩ ફેબ્રુઆરી,૨૦૨૧ના યોજાયેલી GATE ( ગ્રેજયુએટ એકટીટ્યુટ ટેસ્ટ ઇન ઇન્જિીનયરીંગ)માં સમગ્ર ભારતમાં નવ મો ક્રમાંક મેળવી ગુજરાતમાં પણ કાઠું કાઢી બીજો ક્રમાંક મેળવ્યો છે. ત્યારે પોતાની આ સફળતાનો શ્રેય જયે પોતાના માતા-પિતા, શિક્ષકોને આપી સમાજના નવ યુવાનોને પણ સિદ્ઘિ માટે સતત મહેનત થી પરિશ્રમ કરવા પ્રેરણા આપી છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:49 am IST)