Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ટંકારા આર્ય સમાજ દ્વારા અમર શહીદોને શ્રદ્ઘાંજલિ મશાલ રેલી યોજાઇ

ટંકારા, તા.૨૪: મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરુને તારીખ ૨૩ માર્ચ ૧૯૩૧ના બ્રિટિશ સરકારે લાહોરમાં ફાંસી આપેલ. માતૃભૂમિની મુકિત માટે નવયુવાન ક્રાંતિવીરોની ત્રિપુટી બ્રિટિશ સામ્રાજય મુર્દાબાદ ભારત માતાકી જય, ઈન્કલાબ જીન્દાબાદ વંદે માતરમના નારા સાથે હસતા મોઢે ફાંસીએ ચડી ગયેલ. પોતાના જ હાથે ફાંસીનો ગાળિયો ગળામાં પહેરી લીધેલ. આ ત્રણેય ક્રાંતિવીરો એ હિન્દુસ્તાનમાં ક્રાંતિની મસાલ પ્રજવલિત કરેલ.

ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરુની ફાંસીનો દિવસ શહીદ દિન તરીકે મનાવાય છે.

ટંકારા આર્ય સમાજ દ્વારા આઠ વર્ષથી શહીદ દિનની ક્રાંતિકારી ઉજવણી કરાય છે. ક્રાંતિવીરોના બલિદાનો યાદ કરી શ્રદ્ઘાંજલિ અર્પણ કરવામાં આવે છે. દર વર્ષે મશાલ સરઘસ કાઢવામાં આવે છે.

આ વર્ષે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં વાનપ્રસ્થી પ્રોફેસર દયાળ મુનિના હસ્તે મશાલ પ્રગટાવી બે મિનિટ મૌન પાળી ક્રાંતિવીરોને શ્રદ્ઘાંજલિ અપાયેલ.

મશાલ રેલી માં આર્ય સમાજના સભ્યો આર્યવીરના યુવાનો, આર્ય વીરાંગના દળની બહેનો મોટી સંખ્યામાં જોડાયેલ. મશાલ રેલીની પૂર્ણના હુતી આર્ય સમાજ ખાતે કરાયેલ.

હીરાપર ગામેથી સ્પ્લેન્ડર ચોરાયુ

ટંકારા તાલુકાના હીરાપર ગામના અંબારામ પોપટભાઈ ફેફરે પોતાનું મોટરસાયકલ હીરો સ્પ્લેન્ડર G J ૦૩ ૩ H N ૩૭૮૭  ચોરાયાની ફરિયાદ નોંધાવેલ છે  હાઈવે રોડ ઉપર ચા પાનની દુકાન છે રાત્રે ઘર પાસે શેરીમાં મોટરસાયકલ રાખેલ. બારેક વાગ્યા સુધી જાગતા હતા. રાત્રિના દોઢ વાગ્યા આસપાસ દેકારો થતા કોઈ અજાણ્યો માણસ મોટરસાયકલ ચોરી ગયાનું જાણવા મળેલ.

(11:48 am IST)