Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મીઠાપુરમાં બીચ કલીનીંગ ઉત્તમ ઉદાહરણ

મીઠાપુરઃ ઓખામંડળ તાલુકામાં ઓખા, મીઠાપુર તથા દ્વારકામાં વિશાળ દરીયાકીનારો આવેલો છે. આ દરિયાકિનારે અનેક સહેલાણીઓ ફરવા માટે આવતા જતા હોય છે સરકારશ્રી દ્વારા તો આ જગ્યાઓએ કલીનીંગની સગવડો કરાય જ છે છતા પણ અમુક વસ્તુઓ રહી જતી હોય છે ત્યારે મીઠાપુરમાં રહેતા અને ગૌશાળા ચલાવતા વિજયભાઇ પાનખાણીયાના ધ્યાને એક વાત આવી કે મીઠાપુરના દરિયાકિનારે શ્રી ગણેશજીની અનેક મૂર્તિઓ પડી છે તેથી તેમના દ્વારા મહેન્દ્રભાઇ લાડવાને સાથે રાખી આ બધીજ મૂર્તિઓ એક હોળીમાં ભરી દરિયામાં જઇ દરિયામાં પધરાવી બીચ કલીનીંગનું એક અનોખુંએ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. જો દરેક નાગરીક આવી જ રીતે પોતાની જવાબદારી સમજી જાય અને સમજદારી પુર્વક પોતાની ફરજ બજાવે તો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વચ્છ ભારતનું અભિયાન આસાનીથી હાસલ થઇ જાય તેમ છે. (તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(11:42 am IST)