Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

પ્ર.પાટણ : જિ.પં.પ્રમુખે કોરોના વેકસીન લીધી

પ્રભાસપાટણ : વેરાવળ સિવિલ હોસ્પિટલોની ગીર સોમનાથ જીલ્લા પંચાયતના નવા નિમણુંક પામેલ રામીબેન બચુભાઇ વાજા અને તેમના પતિ બચુભાઇ વાજાએ પ્રભાસપાટણ મુકામે આવેેલ સરકારી હોસ્પિટલની મુલાકાત લીધેલ અને ડો.કણસાગરા અને અન્ય ડોકટરો સાથે ચર્ચા કરી અને હોસ્પિટલની માહિતી મેળવેલ હતી. વેરાવળમાં સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધેલ અને ડોકટરો સાથે વાતચીત કરી અને હોસ્પિટલની મુલાકાત લીધેલ હતી તેમજ દર્દીઓની પણ મુલાકાત લીધેલ અને પ્રમુખ રામીબેન અને તેમના પતિ બચુભાઇ વાજાએ કોરોના વેકસીન લીધેલ અને દરેક લોકોને આ કોરોના વેકસીન લેવા માટે અપીલ કરેલ હતી તે તસ્વીર. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:40 am IST)