Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મુળી પાસે ટ્રકે કારને ઠોકરે ચડાવતાં જુનાગઢના એન્જિનીયર રફિકભાઇ દલનું મોતઃ એકને ઇજા

રાજકોટ તા. ૨૪: મુળી નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા જુનાગઢના   એન્જિનીયર યુવાન રફિકભાઇ જુસબભાઇ દલ (ઉ.વ.૨૮)નું મૃત્યુ નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. સાથેના બીજા એક એન્જિનીયરને ઇજા પહોંચી હતી.

જાણવા મળ્યા મુજબ જુનાગઢ કસ્તુરબાગ સોસાયટીમાં રહેતાં અને કંપનીમાં સર્વિસ એન્જિનીયર તરીકે કામ કરતાં રફિકભાઇ દલ અને બીજા એક એન્જિનીયર કારમાં બેસી કામ સબબ જતાં હતાં ત્યારે મુળી નજીક ગઇકાલે ટ્રકની ઠોકરે કાર ચડી જતાં રફિકભાઇ અને સાથેના કારચાલક અન્ય એન્જિનીયરને ઇજા થઇ હતી.

જેમાં રફિકભાઇને ગંભીર ઇજા પહોંચી હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી સાયલા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રફિકભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તેને સંતાનમાં ત્રણ માસની પુત્રી છે.

(11:38 am IST)