Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સાયલા પાસે દારૂ-બિયરનો ૧૦.૭૮ લાખનો જથ્થો જપ્ત

હરિયાણાનો ડ્રાઇવર આઇસર સહિત રૂ.૧૭.૮૮ લાખનો મુદામાલ સાથે ઝડપાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૪: સાયલા તાલુકાના ઉમાપર બોર્ડ નજીકથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ભરેલ બંધ બોડી નું આઇસર ઝડપાયું છે જેમાં વિદેશી દારૂની બોટલો નંગ-૨૮૩ ૨ તથા બીયર ટીન નંગ-૧૮૭ર કુલ કી.રૂ. ૧૦,૭૮,૨૦૦/- તથા આયશર નં-યુપી-૨૩-ટી-૯૮૧૫ કી.રૂ.૭,૦૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ. ૧૭,૮૮,૫૨૦/- ના મુદામાલ સાથે એક ઇસમ ઝડપાયો છે.

અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ઉપર વિજયભાઇ બહાદુરભાઇ ધાધલ જાતે.કાઠી રહે.થાનગઢ વાળાએ પોતાના સાગરીતો મારફતે આયશર બંધ બોડીની ગાડી નં-યુ.પી.-૨૩-ટી-૯૮૧૫ વાળીમાં ગે કા પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બાનવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે, અને સદર આયશર ગાડી સાયલા થી સુદામડા, નોલી થઇ પાળીયાદ તરફ જનાર છે.  આયશર ગાડીનો ફીલ્મી ઢબે પીછો કરી આગળ જતા આયશર ગાડીને રોકાવી, તેના ચાલકને પકડી પાડેલ. જે આરોપી ડ્રાઇવર વરીન્દ્રસિંહ સુખદેવસિંહ દિલબાગસિંહ ધારીવાલ જાતે શીખ ઉવ.૩૩ ધંધો.ડ્રાયવીંગ રહે.મકાન નં-૧૦૩-જી, રેલ્વે સ્ટેશન વિસ્તાર નિલોખંડી તા.નિલોખેરી જી.કરનાલ રાજય હરીયાણા વાળાએ પોતાના કજા ભોગવટાની આયશર ગાડી નં- યુપી-૨૩-ટી ૯૮૧૫ વાળીમાં ગે.કા પાસ પરમીટ વગર કુલ રૂ. ૧૭,૮૮,૫૨૦/- ના મુદામાલ રાખી ગુન્હાહિત કાવત્રુ રચી પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો અન્ય રાજયમાંથી ગુજરાત રાજયમાં ઘુસાડી દારૂની હેરાફેરી કરતા રેઇડ દરમ્યાન પકડાઇ જઇ, તેમજ આરોપી વિજયભાઇ બહાદુરભાઇ ધાધલ જાતે.કાઠી રહે. થાનગઢ મો.નં- ૯૦૯૯૧૪૩૭૪૩ વાળાએ દારૂનો જથ્થો પોતાના આર્થિક ફાયદા સારૂ કટીંગ વેચાણ અર્થે મંગાવી તથા આરોપી પહેલવાન ચૌધરી રહે.હરીયાણા ભરાવી વેચાણ કટીંગ અર્થે મોકલાવી, ગુન્હો કરેલ હોય ઉપરોકત ઇસમો તેમજ તપાસમાં ખુલે તે ઇસમો સામે પ્રોહી ધારા મુજબ સાયલા પો.સ્ટે. ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચનાથી એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર  ડી.એમ, ઢોલ પો.સબ.ઇન્સ વી.આર.જાડેજા  એ.એસ.આઇ. જુવાનસિંહ મનુભા રૂતુરાજસિંહ નારસંગભા,  વાજસુરભા લાભુભા,  નરેન્દ્રસિંહ દિલાવરસિંહ, નિકુલસિંહ ભુપતસિંહ તથા પો.હેડ.કોન્સ. હિતેષભાઇ જેસીંગભાઇ, અમરકુમાર કનુભા, અનિરૂધ્ધસિંહ અભેસંગભા,  પો.કોન્સ. અશ્રવિનભાઇ ઠારણભાઇ,  નિર્મળસિંહ મંગળસિંહ, ગોવીંદભાઇ આલાભાઇ, દિલીપભાઇ ભુપતભાઇ,  જયેન્દ્રસિંહ જેઠીભા, કલ્પેશભાઇ જેરામભાઇ એ કરી હતી.

(11:36 am IST)