Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સાયલા નજીકથી ચોરીથી મેળવેલ ૬૪૦ લીટર ડિઝલનો જથ્થો જપ્ત : ૨ ઝડપાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૪ : એલ.સી.બી. ટીમ દ્વારા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ઉપર સાયલા તાલુકા વિસ્તારમાં ખાસ પેટ્રોલીગ હાથ ધરવામાં આવેલ, પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી. ટીમ દ્વારા ચોકકસ બાતમી હકીકત મેળવી સાયલા-ચોટીલા નેશનલ હાઇવે રોડ ઉપર ગોસળ બોર્ડ નજીક આવેલ નાગરાજ ઢાબા નામની હોટલમાં છાપો મારતા આરોપીઓ રામકૈલાશ શ્રી બ્રહ્મદેવ શાહ જાતે.હલવાઈ ઉવ.૩૨ ધંધો હોટલ રહે.નાગરાજ ઢાબા, ગૌસળ બોર્ડ નજીક, સાયલા-ચોટીલા નેશનલ હાઈવે તા.સાયલા મુળ રહે. બિહાર તથા ભરતભાઇ કનીરામભાઇ ગોંડલીયા જાતે.બાવાજી ઉવ ૩૮ ધંધો, વેપાર રહે.ઉમરડા તા. મુળી વાળા રસદર હોટલની પાછળના ભાગે પોતાના કબજા ભોગવટામાં કોઇપણ જાતના બીલ કે આધાર પુરાવા વગરનું ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલ ભરેલ પ્લા.ના નાના મોટા કેરબા નંગ-૧૬ કિ.રૂ.૮૦૦ તથા ડીઝલ લીટર-૬૪૦ કિ.રૂ.૫૬,૩૨૦ તથા પ્લા.ગુ કરવાનુ નંગ-૧ કિ.રૂ. ૧૦ તથા પ્લા ની નોઝલ નંગ-૨ કિ.રૂ.૨૦/- તથા મારૂતી, સુઝુકી સ્વીફટ વી.ડી.આઇ કાર નં-જીજે-૦૬-ઇ.ડી.-૫૮૩ ૨ કિ.રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩,૫૭,૧૫૦ના મુદામાલ સાથે પકડાઇ જતા સદર મુદામાલ સી,આર,પી. સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી, મજકુર બંને ઇસમોને સી. આર પી.સી. કલમ-૪૧(૧)ડી મુજબ એટેક કરી આગળની કાર્યવાહી સાફ સાયલા પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચનાથી એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સપેકટર  ડી.એમ. ઢોલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના પો.સબ ઇન્સ. વી.આર.જાડેજા  એ.એસ.આઇ. જુવાનસિંહ મનુભા તથા ભુપેન્દ્રકુમાર જીણાભાઈ, વાજસુરભા લાભુભા, નરેન્દ્રસિંહ દિલાવરસિંહ, રૂતુરાજસિંહ નારસંગભા, નિકુલસિહ ભુપતસિંહ, પો.હેડ કોન્સ. અનિરૂધ્ધસિહ અભેસંગભાઇ, પો.કોન્સ. ગોવિંદભાઇ આલાભાઇ, સંજયભાઇ પ્રવિણભાઇ, અશ્વિનભાઇ ઠારણભાઇ, દીલીપભાઇ ભુપતભાઇ, અજયસિંહ વિજયસિંહ, નિર્મળસિંહ મંગળસિક તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ એ રીતેની ટીમ દ્વારા ઉપરોકત ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલનો જથ્થો ઝડપી પાડેલ છે.

(11:34 am IST)