Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ખીલાવડમાં સરપંચે દુષ્કર્મનો ભોગ બનનાર બાળાના પરિવારને સમાધાન કરી લેવાના વાઇરલ વીડિયોમાં પોલીસ સત્યની તપાસ કરશે?

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૪ :.. ગીર ગઢડા તાલુકાના ખીલાવડમાં દુષ્કર્મનો ભોગ બનનાર બાળાના પરિવારને રૂપિયા લઇને દુષ્કર્મનો કેસ પરત ખેંચી લેવા માગણી કરતો વાઇરલ થયેલ વીડિયોએ ચકચાર જગાવી છે. આ વીડિયોની સત્યતા અંગે પોલીસે કરીને ખરી હકિકત બહાર લાવશે...?  તે પ્રશ્ન લોકોમાં પુછાય રહ્યો છે.

ગીરગઢડાના ખીલીવડામાં ૩ દિવસ પહેલા રાત્રીના બાળા ઉપર આઘેડ વયના શખ્સે બળજબરીથી દુષ્કર્મ ગુજારેલની પોલીસ ફરીયાદ થયેલ હતી. આ દુષ્કર્મના બનાવ બાદ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલ વીડિયોમાં દુષ્કર્મનો ભોગ બનનાર બાળાના પરિવારને ખીલાવડ ગામના સરપંચે ફોન કરીને આ દુષ્કર્મના બનાવની ફરીયાદ ન કરવા તથા જોઇએ તેટલા રૂપિયા લઇને સમાધાન કરી લેજે તેમજ આરોપી માથાભારે ઝનુની અને છેલ્લી કવોલીટીનો હોવાનું  વાઇરલ થયેલ વીડીયોમાં જણાવેલ છે.

દુષ્કર્મ કેસમાં રૂપિયા લઇને સમાધાન કરવા સરપંચના વાઇરલ વીડિયોમાં ધ્યાન નહીં આપીને પરિવારજનોએ  ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના આરોપી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવ્યાનું  જણાવ્યું છે.

(11:32 am IST)