Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખને આશિર્વાદ આપતા પૂ. સુખરામબાપુ

જુનાગઢ : મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ નવનિયુકત પ્રમુખ વિનુભાઇ રવજીભાઇ રાજાણી ખાખી મઢી રામજી મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતાં. જયાં મંદિરના મહંત પૂ. સુખરામદાસજીબાપુએ વિનુભાઇનું ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી મીઠુ મોં કરાવી આશિર્વાદ આપ્યા હતા અને જણાવ્યુ હતું કે ખુબ સારૂ કામ કરો ભગવાન તમારૂ સ્વાસ્થ્ય કાયમ સારૂ રાખે અને ખુબ સારા વિકાસ કામો આપના અને આપની ટીમ દ્વારા થાય તેવા આશિર્વાદ સાથે શુભકામના પાઠવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:30 am IST)