Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

દ્વારકા જિલ્લામાં સૌપ્રથમ પ્રયોગ:સમુદ્રમાં કવોરેન્ટાઇન : 200 જેટલા વહાણોને દરિયામાં જ ક્વોરેન્ટાઇન રાખશે

ર૦૦૦ થી વધુ લોકો વિદેશથી આવનાર હોય તેમના માટે ખાસ વ્યવસ્થા

ખંભાળીયા તા. ર૪ઃ દેશ-વિદેશથી આવી રહેલા ર૦૦ જેટલા વહાણોને દરિયામાં જ બોટો પર ક્વોરેન્ટાઈન હેઠળ રાખવાનો પ્રથમ પ્રયોગ દ્વારકા જિલ્લામાં થશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકાર દ્વારા કોરોના વાયરસના સંદર્ભમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી ૧૦ દિવસમાં ર૦૦ ઉપરાંતની બોટો આવનાર હોય, તથા ર૦૦૦ થી વધુ લોકો વિદેશથી આવનાર હોય તેમના માટે ખાસ વ્યવસ્થા બોટ કોરેન્ટાઈનની થશે જે વિશિષ્ટ હશે...!!
ગઈકાલે સલાયા વહાણવટા એસોસિએશન, માછીમારી અગ્રણીઓ, સલાયા પાલિકા પ્રમુખ વિગેરે દ્વારા દેવભૂમિ જિલ્લાના વડાઓને મળીને આગામી દિવસોમં ર૦૦ થી વધુ વહાણો દેશ-વિદેશથી આવનારા છે ત્યારે તેમના માટે શું કરવું...? તે અંગે મુલાકાત લેતા તંત્ર દ્વારા તેમને ૧૪ દિવસ સુધી બોટમાં જ રાખવા તજવીજો કરાઈ છે.
સરકારી તંત્ર એવું નક્કી કરી રહ્યું છે કે, આ તમામ બોટોવાળા જેની સંખ્યા ૧પ૦૦ થી ર૦૦૦ જેટલી થાય છે તેઓને સલાયાથી પાંચેક કિ.મી. દૂર દરિયામાં જ રાખવામાં આવશે. તેમની પાસે બોટમાં જ રહેવા ખાવા-પીવા સુવાની વ્યવસ્થા છે. જેથી તેઓ ૧૪ દિવસ સુધી ત્યાં જ રહેશે તથા તેમની જરૃરિયાતની ચીજ વસ્તુઓ ત્યાં જ બોટ મારફતે પહોંચાડવામાં આવશે. સમગ્ર રાજયમાં બોટ ક્વોરેન્ટાઈનનો આ પ્રથમ પ્રયોગ દ્વારકા જિલ્લામાં થશે.

(1:11 am IST)