Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

સાયલાના સુદામડામાં ભાઇના હાથે ભાઇની હત્યાઃ ચુડાના ચમારડીમાં ર૦ દિ' પહેલા થયેલ બોલાચાલીમાં યુવકનું ખૂન

વઢવાણ તા.ર૪ : સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના સુદામડામાં ભાઇના હાથે ભાઇની હત્યા થઇ છે. જયારે ચુડાના ચમારડી ગામમાં ર૦ દિવસ પહેલા થયેલી બોલાચાલીમાં યુવકને મોત ઘાટ ઉતારતા ખળભળાટ, મચી ગયો છે.

સુદામડા ગામે રહેતા પપ વર્ષના શિવકુભાઇ મેરામભાઇ ખવડની હત્યા થઇ હતી. સુદામડા ગામે રતો શિવકુભાઇ ખવડને ચાર-પાંચ દિવસ પહેલા કેનાલમાં મોટર મુકવા બાબતે તેના ભાઇ બાબુભાઇ સાથે માથાકુટ થઇ હતી. આ બાબતેના મનદુઃખના કારણે બાબુભાઇ ખવડે ભાઇ પર હુમલો કરીને હત્યા કરી હતી. આ બનાવની જાણ થતા સાયલાના પીએસઆઇ ગોહીલ અને તેમનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડયો હતો. આ બનાવ અંગે શાંતુભાઇ નાનભાઇ ખવડેનોંધાવેલી ફરીયાદી પરથી મૃતકના ભાઇ બાબુભાઇ ખવડ સાથે ખૂનનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

ચમારડી ગામની સીમમાં એક યુવાનની લાશ પડી હોવાની જાણ થતા ચુડાના પીએઆઇ મહિડા અને તેનો સ્ટાફ પહોંચી ગયો હતો. લાશનો કબજો લઇને મૃતકની ઓળખ મેળવવા કરેલા પ્રયાસમાં લાશ ચમારડી ગાના ખેતજીભાઇ ભોજાભાઇ દલિત નામના યુવાનની હોવાનું ખુલ્યુ હતું. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી આ યુવાનનું ગળુ દબાવીને હત્યા કરાયનું બહાર આવ્યું હતું આ બનાવ અંગે મૃતકના ભાઇ ગણપતભાઇએ નોંધાયેલી ફરીયાદમાં એવું જણાવ્યું હતું કે, તેના ભાઇ ખેતજીભાઇને વીસ દિવસ પહેલા તેના ગામના જનક મનુભાઇ સાથે બોલાચાલી થઇ હતી. તેના મનદુઃખના કારણે જનકના ભાઇ મહેશ ગઇકાલે બાઇક લઇને આવ્યો હતો અને તેના ભાઇ ખેતજીને બાઇક પર બેસાડીને લઇ ગયો હતો. બાદમાં ગામની સીમમાં ભાઇનુ ગળુ દબાવીને હત્યા કરીને લાશને મુકીને નાસી ગયો હતો પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

(4:43 pm IST)