Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

રાણાવાવ-આદિત્યાણામાં વિદેશથી આવેલ આફ્રિકાની મહિલા સહિત ર૪ નાગરિકોની હોમ કવોરનટાઇન સારવાર

પોરબંદર તા. ર૪: રાણાવાવ અને આદિત્યાણામાં વિદેશથી આવેલ એક આફ્રિકાના મહિલા સહિત ર૪ નાગરિકોને કોરોના વાઇરસના કહેર સામે તકેદારી અને સાવચેતી માટે હોમ કવોરનટાઇન સારવાર શરૂ કરવામાં આવી છે.

આ તમામની હોમ કવોરનટાઇનની ૧૪ દિવસ સુધી આરોગ્ય નિરીક્ષણ અને સારવાર જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે. વિદેશથી પરત આવેલ વ્યકિતઓમાં આદિત્યાણાના એક મહિલા તેમજ રાણાવાવના ર૩ વ્યકિતઓનો સમાવેશ થાય છે. કોરોના વારસ સામે તકેદારી માટે રાણાવાવ-આદિત્યાણામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાન અને મેડીકલ સ્ટોર સિવાય અન્ય તમામ દુકાનો બંધ રાખેલ છે.

(12:11 pm IST)