Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

જામકંડોરણામાં 11 વૃક્ષોનું નિકંદન :રોડ પહોળો કરવા લીમડાના ઝાડનું જળમૂળથી નાશ કરાયો

રાજકોટ: જિલ્લાના જામકંડારણા તાલુકામાં વૃક્ષ છેદનનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં ખેતરમાં રહેલા લીમડાના ઝાડને રસ્તો પહોળો કરવાના બહાને જળમુળમાંથી નાશ કરવામાં આવ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા માત્ર કહેવા પુરતો સીમિત હોય તેવું લાગી રહ્યું છે.

જામકંડોરણામાં સર્વે નં-132માં જગદીશ ચોવટીયાની જમીન આવેલી છે. જેમાં બે દિવસ પૂર્વે આ વિસ્તારના ખેડૂતો દ્વારા કોઈ પ્રકારમી મંજૂરી મેળવ્યા વિના જગદીશ ચોવટીયાના ખેતરમાં રહેલા 11 લીમડાના ઝાડનો જળમૂળમાંથી નાશ કરવામાં આવ્યો હતો

   સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો-1951ની જોગવાઈ પ્રમાણે કેટલાક ઉપયોગી, અનામત તેમજ બીનઅનામત જાહેર કરેલા વૃક્ષનું ખાસ કારણોસર છેદન કરવું હોય તો સક્ષમ અધિકારીની મંજૂરી લોવામાં આવે છે. ઉપરાંત 22 પ્રકારના વૃક્ષો તેમજ પાંચ અનામત પ્રકારના વૃક્ષનું છેદન કર્યા પહેલા ઓનલાઈન અરજી કરવામાં આવે છે

(11:35 pm IST)