Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

કચ્‍છના સાંસદ વિનોદ ચાવડાને ટિકીટ મળવાનું ગણિત પોતાની કામગીરી પર ઉતાર્યુ છે : હવે કચ્‍છને વિકાસના નવા પંથે લઇ જવાની ઇચ્‍છા દર્શાવી

કચ્છના વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને ભાજપે ફરી લોકસભા લડવાની ટીકીટ આપી છે ત્યારે વિનોદ ચાવડાએ જણાવ્યું કે , મારી પાંચ વર્ષની કામગીરી જોઈને પાર્ટીએ મને ફરી તક આપી છે આ વખતે બમણી લીડથી જીતવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. સાથે કચ્છને વિકાસના પંથે લઈ જવા માટેનું સ્વપ્ન તેમણે સેવ્યું છે.

ક્ચ્છ – મોરબી મતવિસ્તારના યુવા સાંસદ વિનોદ ચાવડાની પાંચ વર્ષની કામગીરી જોઈ પક્ષે તેમને ફરી ચૂંટણી લડવાની ટીકીટ આપી છે ચોટીલાથી આજે સવારે તેઓ ભુજ પરત આવ્યા હતા ત્યારે તેમના નિવાસસ્થાને સમર્થકોને ટોળા ઉમટી પડયા હતા અને મીઠાઈઓ ખવડાવી શુભેચ્છાઓ આપી હતી.વિનોદ ચાવડાએ જણાવ્યું કે , ક્ચ્છ – મોરબીના મતદારો હમેશા ભાજપની પડખે રહ્યા છે મારી પાંચ વર્ષની કામગીરી જેવી કે , ભુજમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર , કચ્છને નવી ટ્રેનો , રાષ્ટ્રીય ધોરીમાર્ગો , ક્ચ્છ યુનિવર્સિટીને યુજીસીની માન્યતા સહિતના વિકાસકામોનું ભાથ્થુ લઈને તેઓ પ્રજાની વચ્ચે જશે ગત ચૂંટણીમાં તેઓ 2.54 લાખની લીડથી જીત્યા હતા આ વખતે બમણી લીડથી જીતવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે સાથે ચૂંટણી જીતીને કચ્છમાં આગામી સમયમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ , એઇમ્સ હોસ્પિટલ , આઈઆઈટી જેવી ઉચ્ચ શિક્ષણની સંસ્થા સાથે પાયાની સવલતો અને આધુનિક વ્યવસ્થા અહીં વિકસાવવાનો નીર્ધાર વ્યકત કર્યો હતો.

(12:52 pm IST)