Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

જુનાગઢમાંથી દાગીના એક્ના ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ કરતી ટોળકી ઝડપાઇ :10 લાખથી વધુનો મુદામાલ જપ્ત

 

જુનાગઢ: શહેર વિસ્તારમા પોલીસ અધિક્ષક સૌરભસિંઘે આપેલ સુચના હેઠળ એસ..જી સ્ટાફ સાથે જુનાગઢ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.ત્યારે બાતમી રાહે  કેશોદ તરફથી એક મો.સા. હોન્ડા યુનિકોન નં.GJ-11-BN-9707 માં બે ઇસમો ચોરીનો મુદામાલ લઇ વેચવા માટે જુનાગઢ તરફ આવતા હોય વોચ ગોઠવી હતી.

 દરમ્યાન ઉપરોકત નંબર વાળું બાઈક વંથલી તરફથી આવતા રોકી તેઓના નામઠામ પુછતા અબુબકર સુલેમાન પડાયા ઘાંચી (ઉવ. ૪૩) (  રહે. કેશોદ, લીમડા ચોક, મોચી શેરીતથા સલીમભાઇ મજીદભાઇ મકવાણા ( ઉવ.૫૭ ) (  રહે. જુનાગઢ, હર્ષદનગર) હોવાનું જણાવ્યું હતું.

  પોલીસે તેઓને ચેક કરતા સોનાની બંગડી નંગ- તથા કાનમાં પહેરવાના બુટીયા નંગ- તથા મોબાઇલ નંગ- મળી આવેલ.બંન્ને પાસે સદરહું દાગીના બિલ હોય તો રજુ કરવાનું કહેતા નહીં હોવાનું જણાવેલ અને કોઇ સંતોષકારક જવાબ આપતા હોય મુદામાલ ચોરી કે છળકપટ થી મેળવેલાનું જણાય આવતા પોલીસે સોનાની બંગડી નંગ- કિ.રૂ. ૬૦૦૦૦/- તથા કાનમાં પહેરવાના બુટીયા નંગ- કિ.રૂ.૨૦૦૦૦ તથા મોબાઇલ નંગ- કિ.રૂ.૧૫૦૦ તથા મો.સા. હોન્ડા યુનિકોન કિ.રૂ.૨૫૦૦૦ મળી કુલ કિ.રૂ.૧૦૬૫૦૦ કબ્જે કર્યો હતો.

એસ..જી. ઓફીસે બંન્નેવ આરોપીઓને લાવી સઘન પુછપરછ કરતા તેઓ ઉમર લાયક વુધ્ધ મહીલાઓ રસ્તે ચાલીને જતા હોય છે ત્યારે એક ઇસમ તેની પાસે જઇ "ખોડીયાર મંદિર કયાં આવેલ છે?" ત્યારબાદ બીજો ઇસમ મહીલા પાસે જઇ પુછે છે કે પેલાએ તમને શું પુછયું?

અને તમારી સાથે શું વાત કરેલ અને તેઓ મોટા સંત છે અને તેઓ ભાગ્યેજ કોઇને મળતા હોય છે તેવી વાત કરી વિશ્વાસમાં લઇ બંન્ને ઇસમો ભેગા થઇ દાગીના ડબલ કરવાના બહાને દાગીના ઉતરાવી નજર ચુકવી તેઓની પાસે રહેલ નકલી દાગીના આપી રૂમાલમાં વિટી અને આ દાગીના ઘરે જઇ પેટીમાં રાખી દેજો અને સાત દિવસ પછી ખોલતા આ દાગીના ડબલ થઇ જશે તેવો વિશ્વાસ કેળવી અને છેતરપીંડી આચરતા હોવાની કબુલાત પણ કરી હતી.પોલીસે વંઠલી પોલીસને આ અંગે વધુ તપાસ સોંપી હતી

(11:42 am IST)