Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

મોરબીમાં એસટી બસમાં 45 લાખની લૂંટ અને ડબલ મર્ડરને અંજામ અપનાર ચાર આરોપીને આજીવન કેદ :સાત નિર્દોષ

ભૂજથી તળાજા રૂટની બસમાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા લૂંટારુઓએ બંદૂકનીઅણીએ લૂંટ ચલાવી હતી :અંગળીયાકર્મી અને ડ્રાઇવરની હત્યા કરી હતી

મોરબીઃવર્ચ  2010માં ભૂજથી તળાજા રૂટની બસમાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા લૂંટારુઓએ બંદૂકની અણીએ આરોપીઓએ બસ ડ્રાઈવર અને આંગણીયા કર્મીની હત્યા કરી હતી અને  45 લાખની લૂંટ ચલાવી હતી. આ કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચુકાદો આપતા ચાર આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી જ્યારે 13માંથી 7 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કરીને છોડી મુક્યા છે. ઉપરાંત બે આરોપીઓ હજુ પણ ફરાર છે.

   મોરબીના માળીયા હાઇવે પર આવેલા નાગડાવાસ ગામ નજીક ભુજ તળાજા રૂટની બસમાં આવેલી લૂંટારૂ ગેંગે ભુજની આંગણિયા પેઢીના કર્મચારીની તેમજ બસના ડ્રાઇવરની નિર્મમ હત્યા કરીને રૂ. 45 લાખની લૂંટ ચલાવી હતી. ફિલ્મી ઢબે લૂંટ ચલાવનાર આ ખૂંખાર ગેંગ પોતાના કામને અંજામ આપ્યા બાદ નાગડાવાસ ગામ પાસે બસમાંથી નીચે ઉતરીને રોડ પરથી ઇન્ડીકા કારમાં ફરાર થઇ ગઈ હતી.

  ઉપરાંત આ ખૂંખાર ગેંગે પાટડી નજીક પોલીસ ઉપર ગોળીબાર પણ કર્યો હતો. લૂંટ વિથ મર્ડર કેસમાં સંડોવાયેલ કુલ 13 શખ્સો સામે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાંથી 11 આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. જો કે બે આરોપીઓ હજુ પણ ફરાર થઈ ગયા છે.

  લૂંટ વિથ મર્ડર કેસનો ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા છે. જ્યારે 4 આરોપીઓ રૂસ્મતસિંગ ઉર્ફે બબલુ રવિન્દ્રસિંગ રહે. મધ્યપ્રદેશ, આબીદખાન ઉર્ફે સાયો ઇજમલખાન પઠાણ રહે. સાણંદ, અલ્કેશ ઉર્ફે અખિલેશ ઉર્ફે દલબીરસિંગ ઉદલસિંગ ભદુરિયા રહે. મધ્યપ્રદેશ અને રૂપેન્દ્ર ઉર્ફે રૂપેશ ઉર્ફે બિપિન રામસંગ આસારામ મિશ્રા રહે. મધ્યપ્રદેશ વાળાને કસૂરવાર ઠેરવીને ચારેયને આજીવન કેદની સજા ફટકારી છે.

(6:56 pm IST)