Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કાલે જેતપુરનાં સાંકળીગામમાં વિજયભાઇના હસ્તે સવજીભાઇ કોરાટની પ્રતિમાનું અનાવરણ

જેતપુર તા.ર૪ : તાલુકાના સાંકળી ગામે જન્મેલ પુર્વમંત્રી સ્વ. સવજીભાઇ કોરાટે પોતાના કાર્યથી સમગ્ર ગુજરાતમાં ખ્યાતી પામેલ સવજીભાઇ બાદ જસમુતીબેન કોરાટે પણ પતિના પગલે સમાજ સેવાની જયોત જલતી રાખી સમાજના કાર્યોમાં હંમેશા અગ્રેસ રહે છે. તેની સાથે તેના પુત્ર પ્રશાંત કોરાટ પણ જીલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે સેવા બજાવે છે. આવા સેવા ભાવી કોરાટ પરિવારની સેવાની કદર કરવા સાંકળી ગામમાં આવતીકાલ તા.રપ રવિવારના રોજ સવારે ૯ કલાકે સ્વામીનારાયણ આશ્રમ સાંકળી ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સ્વ. સવજીભાઇના ટેચ્યુનું અનાવરણ કરવામાં આવશે.

આ પ્રસંગે આર.સી.ફળદુ (કૃષિમંત્રી) જયેશભાઇ રાદડીયા (મંત્રીશ્રી) વિઠલભાઇ રાદડીયા - જસુમતીબેન કોરાટ - રાજુભાઇ હિરપરા  - ડી. કે. સખીયા - કુસુમબેન સખરેલીયા (ન.પા. પ્રમુખ) મનસુખભાઇ ખાચરીયા, દિનેશભાઇ ભુવા, કિશોરભાઇ, અનિલભાઇ કાછડીયા, જેંતીભાઇ રામોલીયા, જેસુખભાઇ ગુજરાતી, પ્રમોદભાઇ ત્રાડા, સુરેશભાઇ રામોલીયા, મહેશભાઇ ડોબરીયા, રાજુભાઇ, વિપુલભાઇ સંચાણીયા સહિતના ઉપસ્થિત રહેશે.

(2:14 pm IST)