Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

દેશી ખારેકમાં નર-માદા છોડની સરળ ઓળખ પદ્વતિ વિકસાવાઇ

કચ્છ યુનિવર્સિટીના પ્રો.વિજય રામની ટીમને સફળતા

રાજકોટ, તા.૨૪ : 'કચ્છીમેવો' એટલે કે 'ખારેક' નાં છોડને જો છ મહિના નો હોય ત્યાં જ ઓળખી શકાય તો કચ્છનાં ખેડૂતોને ખૂબ જ લાભ થઇ શકે તેવો વિચાર ડો.વિજય રામ કે જેઓ કચ્છ યુનિવર્સીટી, ભુજનાં રસાયણશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર છે તેમણે આવ્યો હતો.

આ દિશામાં કામ કરતા ડો.વિજય રામ અને તેના માર્ગદર્શન હેઠળ કામ કરતા વિદ્યાર્થીનીઓ હેન્સી ઠકકર અને ઝીલ પટેલ દ્વારા કચ્છમાં અને દુનિયામાં ઉગતા ખારેકનાં ઝાડ માટે વહેલા તબકકે એટલે કે છ મહિનાં અને તેથી મોટા ખારેકના છોડ હોય તે દરમિયાન જ ઝાડ નર છે કે માદા તે ઓળખવા માટેની પ્રથમ વખત નવી, ખુબ જ સરળ અને સસ્ત કેમિકલ પદ્વતિ વિકસાવવામાં આવી છે. હાલમાં ખારેકનો છોડ આગળ જતા એટલે કે મોટો થતા નર થશે કે માદા તે ઓળખવા માટે () ઝીનોમ સીકવન્સિંગ પદ્વતિ અને પોલીમેરિક ચેઇન રીએકશન પદ્વતિ માર્કેટ માં જાણીતી છે. પરંતુ આ પદ્વતિ ખુબ જ ખર્ચાળ અને ઓછી પ્રચલિત છે.

બીજ વાવેતર કરવાથી આગળ જતા ખારેકનું વૃક્ષ નર થશે કે માદા તે નકકી કરવામાં આશરે બે થી ત્રણ વર્ષનો સમય જતો રહે છે અને જયારે, ફુલ કે ફળ આવે ત્યારે ખબર પડે છે કે ઉગાડેલ વૃક્ષ નર છે કે માદા.

કચ્છ અને દુનિયાના ખેડૂતોને વધુ કિંમત ટીસ્યુ કલ્ચરવાળો ખારેકનો છોડ લેવો ન પડે, અથવા તો બે થી ત્રણ વર્ષનો સમય કુદરતી રીતે ઉગાડવામાં આવેલ ખારેકને લીધે ના બગડે તેવા હેતુથી કચ્છ યુનિવર્સીટી, ભુજના રસાયણશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.વિજય રામ અને તેના માર્ગદર્શન હેઠળની ટીમે વૃક્ષ માટે વહેલા તબકકે એટલે કે છ મહિનાં અથવા તેથી મોટા ખારેકના છોડ હોય તે દરમિયાન જ છોડ નર છે કે માદા તે ઓળખવા માટેની સરળ અને સસ્તી કેમિકલ પદ્વતિ વિકસાવવા અનેક પ્રયોગો આદર્યા અને સફળતા પણ મળી જેથી હવે  વહેલા તબકકે એટલે કે, છ મહિનાં અથવા તેથી મોટા ખારેકનો છોડ હોય તે દરમિયાન જ છોડ નર છે કે માદા તે ઓળખી શકાશે.આ સંશોધન કરવા બદલ કચ્છ યુનિવર્સીટીનાં કુલપતિશ્રી ડો. જાડેજા, કુલસચિવ ડો.બકરાણીયા, રસાયણ શાસ્ત્ર ભવનનાં વડા ડો.બક્ષી અને સમગ્ર કચ્છ યુનિવર્સીટી પરિવાર વતી ડો. રામ અને તેમની ટીમને અભિનંદન આપેલ. ખેડૂતો સંશોધન કરતા લોકો વધુ માહીતી માટે સંપર્ક કરી શકે છે. ડો.રામ ૯૮૯૮૦ ૮૪૬૭૫ (૨૩.પ)

 

(2:14 pm IST)