Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કાલે સુરેન્દ્રનગરથી પીર ભડીયાદ જવા માટે ભાવિકોનું પ્રસ્થાન

વઢવાણ, તા. ર૪ : સુરેન્દ્રનગર શહેરમાં ઘાંચીવાડના નાકા પાસેથી છેલ્લા પાંચેક દાયકાઓથી પીર મહેમુદશા બુખારી દાદાની મેદનીનું આયોજન પીર ભડીયાદ મેદની કમેટીના અધ્યક્ષ એવા હાજી સિકંદરભાઇ અને એમના પુત્રો આશિકભાઇ, સાદીકભાઇ,  અતુલભાઇ દ્વારા કરવામાં આવે છે.

ત્યારે રજ્જબના ૬ઠ્ઠા ચાંદ આ મેદની સુરેન્દ્રનગરથી પ્રસ્થાન વાજતે ગાજતે ઢોલ તાસા નગરા અને બેન્ડવાજાના સુરાવલી સાથે પ્રસ્થાન કરે છે.

હઝરત મહેમુદશા બુખારીના ભવ્ય ઉર્ષ શરીફમાં સામેલ કરવા માટે સુરેન્દ્રનગરથી પીર ભડીયાદ મેદની લઇને હાજી સિકંદરભાઇ, ખોખ લઇને જાય છે. ત્યારે મેદનીમાં હજારોની માત્રામાં જોડાતા મેદનીના અંકીદમંદોને ઠેરઠેર ચા-પાણી નાસ્તા ઠંડા પીણા અને દાદાના ભાવિકો દ્વારા કરવામાં આવે છે.

હાજી સિકંદરભાઇ ખોખર જણાવતા  હતા કે ધંધુકામાં અમદાવાદ, ભાવનગર સુરેન્દ્રનગર સહિતના અનેક ગામોની મેદનીના મેળવતા થતા રોડ રસ્તા ઉપર મેદનીના લોકો જયા જુઓ ત્યાં નજર નાખો ત્યાં લોકો દાદાના ભાવિકો જોવા મળતા હોય છે. (૮.૧૦)

(1:09 pm IST)