Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

મોરબીમાં ટ્રક હડફેટે બંગાવડીના આશાસ્પદ છાત્ર હિતેષ મેંદપરાનું મોત

પરીક્ષા પૂર્ણ થતા મામાના ઘરેથી પોતાના ગામ જતો'તોને અંતરીયાળ મોત મળ્યું

મોરબી તા. ૨૪ : મોરબીમાં નવલખી ફાટક પાસે ટ્રક હડફેટે ટંકારાના બંગાવડીના આશાસ્પદ છાત્રનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ઙ્ગટંકારાના બંગાવડી ગામે રહેતા હિતેશ શૈલેષભાઈ મેંદપરા (ઉ.૨૦) પરીક્ષા પૂર્ણ થતા છાત્ર સાદુળકા થી બંગાવડી ગામે પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે નવલખી ફાટક પાસે ટ્રક સાથે અથડાતા તેનું ધટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું. બનાવની જાણ મોરબી બી.ડીવીઝન પોલીસ મથકમાં કરવામાં આવતા ઇમ્તિયાજભાઈ જામ તપાસ અર્થે દોડી ગયા હતા.પરંતુ બનવાની હજુ સુધી કોઈ નોંધ થઇ ન હતી.

આશાસ્પદ છાત્રનું અકસ્માતમાં મોત નિપજતાં પરિવાર અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

(1:01 pm IST)