Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ધ્રોલ આર્યાવ્રત સ્કૂલ દ્વારા આગાઝ કાર્યક્રમ યોજાયો

ધ્રોલ, તા. ૨૪ :. શહિદ દિન નિમિતે આર્યાવ્રત સ્કૂલ ધ્રોલ દ્વારા વીર શહીદોના એ આઝાદી માટેના સંગ્રામમા જાત ફેસાની કરનાર એ ભારત માતાના લાડલા શહીદોના એ બલીદાનોથી આજની પેઢી અવગત થાય તે માટે તેમજ તે વીર શહીદોને શ્રધ્ધાંજલી અર્પવાનો વાર્ષિક રાત્રી મહોત્સવ 'આગાઝ' કાર્યક્રમ યોજવામાં આવેલ.

આર્યાવ્રત સ્કૂલ દ્વરા 'એક શામ શહીદો કે નામ'ના કાર્યક્રમમાં દીપપ્રાગટય એડવોકટ ગોવિંદભાઈ કે. પટેલના હસ્તે કરવામાં આવેલ. આ મહોત્સવમા સ્કૂલના બાળકો તથા બાળાઓએ દેશભકિતને પ્રદર્શીત કરતી વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવેલ.

આ મહોત્સવ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, માર્કેટીંગ યાર્ડના પ્રમુખ રસીકભાઈ ભંડેરી, ભાજપના અગ્રણીઓ ડી.ડી. જીવાણી, ગોવિંદભાઈ દલસાણીયા, મનસુખભાઈ ચનીયારા સહિતના આગેવાનો એ હાજરી આપી હતી.

ટ્રસ્ટના સંચાલક હેમરાજભાઈ બોડાના માર્ગદર્શન હેઠળ શાળાના શૈક્ષણિક સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમા હાજર રહેલા દર્શકો દ્વારા દરેક કૃતિઓ રજુ કરતા બાળકોને પ્રોત્સાહન રૂપે રોકડ ઈનામો આપીને બીરદાવવામાં આવ્યા હતા.(૨-૧૩)

(12:58 pm IST)