Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

સિક્કા દવાખાનાના હેલ્થવર્કર હેમાબેને પતિ, જામનગરના ટ્રોમા સેન્ટરના રોજમદાર દેવેન્દ્ર સાથે ફિનાઇલ પી લીધુ

સુરેન્દ્રનગરમાં પ્રેમલગ્ન કરેલ પણ પોતાના પરિવારને પસંદ ન હોઇ ત્રાસ આપતા હેમા મુછડીયાએ કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો

જામનગર તા. ૨૪ : જામનગરમાં બેડેશ્વર નજીક ધરારનગરમાં રહેતી અને સિકકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થવર્કર તરીકે નોકરી કરતી હેમા દેવેન્દ્રભાઈ મુછડીયા નામની ર૧ વર્ષની યુવતિએ ગઈકાલે બપોરે પોતાના જ પતિ દેવન્દ્ર કિશોરભાઈ મુછડીયા ઉ.વ. ૩૦ વાળા કે જેઓ ગુરૂ ગોવિંદસિંગ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં રોજમદાર તરીકે નોકરી કરતા હોય તેઓએ સજોડે ફિનાઈલ પી લઈ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી બન્નેને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

પોલીસે હેમાબેનનું નિવેદન નોંધાવામાં આવ્યું હતું જેમાં તેણીએ જણાવ્યું કે પોતે આજથી થોડા દિવસો પહેલા દેવેન્દ્ર કિશોરભાઈ મુછડીયા સાથે સુરેન્દ્રનગરમાં પ્રેમલગ્ન કરી લીધા હતા અને બને સાથે રહેવા લાગ્યા હતા જે હેમાબેનના પરિવારજનોને પસંદ ન હતું જેથી તેણીના માતા–પિતા વગેરેએ હેમાબેનને ત્રાસ આપવાનું શરૂ કરેલ તેઓ હેમાબનને અન્ય એક યુવક સાથે પરણાવવા માંગતા હતા જેથી ધાકધમકી ઉચ્ચારતા આજથી ચાર દિવસ પહેલા હેમાબેને જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પોતાના માતા–પિતા અને કૂવા વગેરે સામે ધાકધમકી આપી ત્રાસ અંગેની અરજી પણ કરી હતી.

તેણીએ વધુમાં જણાવેલ કે માતા–પિતાએ તેણીને દબાણ કરી કોરા કાગળમાં સહિ કરાવી લીધી હતી જે કાગળમાં હેમાબેન પોતાની સરકારી નોકરીમાંથી રાજીનામું આપી રહયાં છે તેવું લખાણ કરી નાખ્યું હતું અને સિકકા આરોગ્ય કેન્દ્રમાં જમા કરાવતા આરોગ્ય કેન્દ્રના ઉપરી અધિકારી ર્ેારા હેમાબેનને નોટીસ આપી તેનું રાજીનામું મંજૂર કરતો ભલામણ પત્ર મોકલ્યો હતોજે જાણીને હેમાબેનને આશ્ચર્ય થયું હતું પોતે સરકારી નોકરી છોડવા માંગતા ન હોવા છતા તેનો પત્ર મા–બાપ ર્ેારા સરકારી કચેરીમાં જમા કરાવી દેવાયો હોવાનું માલુમ પડયું હતું જેથી હેમાબેન પતિ સાથે પોલીસ મથકે આવી સજોડે ફિનાઈલ પી લીધું હતું.

પોલીસે હેમાબનની ફરીયાદના આધારે તેમના પિતા દિનેશ અજાભાઈ ચૌહાણ માતા જયોત્સનાબેન અને ફૂવા રવજીભાઈ પાલાભાઈ, ફૂવાના પુત્ર દિલીપ વગેરે સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.(૨૧.૧૯)

(12:55 pm IST)