Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

જામનગરઃ પોતાની ઇચ્છા મુજબના લગ્ન પસંદ ન હોઇ પુત્રીને મારી નાખવાની ધમકી આપી દસ્તાવેજ સળગાવી દેતા મા-બાપ

જામનગર તા. ૨૪ : અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેમાબેન દિનેશભાઈ અજાભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, પોતાના પતિ સાથે લગ્ન થાય તે આ કામના આરોપી દિનેશભાઈ અજાભાઈ ચૌહાણ, જોશનાબેન દિનેશભાઈ ચૌહાણ, રવજીભાઈ પાલાભાઈ વઘેરા, દિલીપભાઈ રવજીભાઈ વઘેરાને પસંદ નહીં હોવાથી છેલ્લા બે માસ થી તેણીને અવાર – નવાર ગાળો બોલી, જીવતી સળગાવી નાખી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના અગત્યના દસ્તાવેજ સળગાવી ગુમ કરી દઈ નુકશાન કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

જામનગર જિલ્લા જેલમાંથી મોબાઇલ ઝડપાયો

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જિલ્લા જેલના જેલર પ્રવિણસિંહ રણજીતસિંહ વાઘેલા એ ફરીયાદ નોંધાવી કે,  સુનિલ વિપુલભાઈ ધવલ મોબાઈલ ફોન નંગ–૧ તથા બેટરી નંગ –૧, સાથે ચાલુ હાલતમાં મળી આવતા મેજીસ્ટ્રેટ ડી.એમ.સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જોડીયામાંથી આંકડાશાસ્ત્રી ઝડપાયો

અહીં પંચ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. એ.ડી.કોડીયાતર એ ફરીયાદ નોંધાવી છે કે, હાપા, જવાહરનગર પાસે અનીલભાઈ ધિરૂભાઈ પરમાર, પનાભાઈ ચતુરભાઈ રાઠોડ, જીતેશભાઈ વાલજીભાઈ રાઠોડ, મુળજીભાઈ ગોવાભાઈ ગોહીલ, હરેશભાઈ કાંતિભાઈ પરમાર, નીલેષભાઈ ધીરૂભાઈ પરમાર જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન કુલ રૂ.૪૧૦૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કિશાન ચોકમાંથી બીયર સાથે એક ઝડપાયો

સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભગીરથસિંહ અરવિંદસિંહ સરવૈયાએ ફરીયાદ નોંધાવી છે કે, કિશાન ચોક, કબીર આશ્રમ પછાળ, પ્રકાશભાઈ કેશવલાલ નંદા બીયર ટીન નંગ–પ કિંમત રૂ.પ૦૦નો રાખી નીકળતા પકડાઈ જતા ગુનો કરેલ છે.(૨૧.૨૦)

(12:54 pm IST)