Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ઘોઘા દરીયામાં કરોડોની લૂંટ પ્રકરણમાં ચાંચીયાઓ હાથવેંતમાં?

ભાવનગર, તા., ૨૪: કચ્છના મુંદ્રા ખાતેથી ગોહીલવાડના ઘોઘા ખાતે રો.રો ફેરી સહીતના કામ માટે આવી રહેલા અદાણી ગૃપના ડોઝરને ટગ દ્વારા ખેંચીને લાવવામાં આવી રહેલ ત્યારે સ્થાનીક દેશી ચાંચીયાઓ દ્વારા એક કરોડથી વધુની કિંમતની મધદરીયે જઇ માલ સામાનની ચોરી કરી દરીયાઇ સુરક્ષામાં રહેલા છીંડાનો પર્દાફાશ સાથે પોલીસ દ્વારા ચાલતી તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે તળાજા શહેર અને ગ્રામ વિસ્તારોની ગેંગ સંડોવાયેલ છે. જેમાના કેટલાક નવા નિશાળીયાઓ છે.

જીલ્લા પોલીસ વડા અને તળાજા મહુવા વિભાગીય પોલીસ વડાએ તાજેતરમાં બાતમીદારો રાખતા યુવાન ચહેરાને પસંદ કરી બનાવેલ ટીમના જવાનો દ્વારા દેશી ચાંચીયાઓ બની સઘન શોધખોળ હાથ ધરી હતી.

એલસીબીના પોસઇ એન.જી.જાડેજા સાથે થયેલ આજ સુધીની તપાસમાં જાણવા મળ્યું હતું કે દેશી ચાંચીયાઓ બેનકાબ થઇ ગયા છે.

કેટલાક શખ્સોના નામો પણ પોલીસ પાસે આવી ગયા છે. ફોન લોકેશનના આધારે પણ શોધવાની કામગીરી શરૂ છે. આરોપીઓ હાથવેંતમાં છે.

જેનામો આવ્યા ખુલ્યા છે તેમાં તળાજા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર તથા દરીયાકાંઠે રહેનારા યુવાનો છે. જેમાં કેટલાક નવા ચહેરાઓ છે તો કેટલાક અનુભવીઓ છે.

માલપાણીની મોટી ચોરી ત્યારે જ થાય છે. જયારે રોકડા રૂપીયા આપી ખરીદનારા શખ્સો પણ હોય છે. જેમાં જહાજમાંથી ચોરાતા માલપાણી રાખનારી ગેંગ પણ નવી બની હોવાનું અને જુના જોગીઓ સાથે હાથ મેળવી મોટો હાથ માર્યાનું પણ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય છે.

(11:52 am IST)