Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

પોરબંદરમાં પ્રેમિકા સાળીની હત્યા અંગે દોઢ વર્ષ બાદ ગુન્હો નોંધાયો

ભાવનગરના સાળી-બનેવી પોરબંદરની હોટલમાં ઉતરેલઃ પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરેલ

પોરબંદર તા. ર૪ :.. ભાવનગરના સાળી-બનેવી એકબીજાના પ્રેમમાં પડયા બાદ પોરબંદર હોટલમાં ઉતરેલ અને બન્ને માટે કાયમી ભેગા રહેવુ શકય ન લાગતા સાળીનું ગળુ દબાવી હત્યા કરેલ અને ત્યારબાદ પ્રેમીએ પોતાની મેળે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં દોઢ વર્ષ બાદ પ્રેમી યુવક સામે પોરબંદર પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરેલ છે.

ભાવનગર દેસાઇ નગરમાં રહેતા હેમત છગનભાઇ યાદવને દોઢ વર્ષ પહેલા તેની સાળી પુજા સાથે પ્રેમ થઇ ગયેલ અને સમાજ બન્નેને કાયમી એક થવા દેશે નહીં તેમ જાણીને બન્નેએ જીંદગી ટૂંકાવી નાખવાનું નકકી કરેલ હેમતે તેની સાળી પુજાનું ગળુ દબાવી હત્યા કરેલ અને ત્યારબાદ પોતાની મેળે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી હતી.

પોરબંદરના પીએસઆઇ આર. આર. ચુડાસમાએ દોઢ વર્ષ બાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પ્રેમી યુવક સામે કલમ ૩૦ર મુજબ ગુન્હો નોંધ્યો છે.

(11:52 am IST)