Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કાલે શ્રી હરિની જન્મજયંતિ : છપૈયા સહિત ગામોગામ સ્વામીનારાયણ મંદિરોમાં ઉજવણી

રાજકોટ : દુર્વાસા ઋષિના શ્રાપમાંથી મુકત થયા ધર્મદેવ અને તેમના પત્ની ભકિતએ ઇષ્ટદેવની હનુમાનજીની સ્તૃતી કરી, વૃંદાવન જઇ ભગવાન શ્રીકૃષ્ણને પણ રીઝવ્યા. શ્રી કૃષ્ણએ દર્શન આપ્યા અને પૃથ્વી ઉપર એકાંતિક પ્રવર્તાવ તથા શ્રાપ મુકિત અર્થે શ્રી હરિકૃષ્ણ નામે અવતરણ વચન આપ્યું.

છપૈયામાં સવંત ૧૮૩૭ ચૈત્ર સુદ-નોમ એટલે કે રામનવમીના દિવસે દસ ઘડી થઇ ત્યારે ભગવાન અવતર્યા. આ સમયે ધર્મદેવના ઘરે મોટો ઉત્સવ મનાવવામાં આવ્યો અને બ્રહ્મ, વિષ્ણુ,  મહેશ, ઇન્દ્ર વગેરે પોતપોતાના વિમાનો લઇ બાળ સ્વરૂપ ઘનશ્યામના દર્શન કરવા આવ્યા. અનેક ઋષિમુનીઓ આશીર્વાદ આપતા હતા. અષ્ટ સિદ્ધિ-નવ નીધીઓ સાથે આવી સમગ્ર દેવતાઓએ પુષ્પની વર્ષા કરી. સર્વે બાકળસ્વરૂપ ભગવાનને આશિષ આપતા હતા. પિતા ધર્મદેવે ગરીબો બ્રાહ્મણો સાધુઓને અનેક પ્રકારના દાન આપ્યા હતા અને પુત્રના જાતકર્મ કરાવી જન્મથી છઠ્ઠા દિવસે કોટરા, રાક્ષસો બાળસ્વરૂપ ભગવાનને મારવા અર્થે તેમના ઘરે આવ્યા, ત્યારે ભગવાને તેમની દ્રષ્ટિમાત્રથી સર્વેનં બાળી નાખ્યા.

ધીમેધીમે ભગવાને ૩ મહિનાને ૧૧ દિવસના થયા ત્યારે બ્રાહ્મણ ઋષિ માર્કડેય બ્રાહ્મણના વેશ લઇ ધર્મદેવતા ઘરે આવ્યા બાળસ્વરૂપી બાળકનું નામકરણ કર્યુ અને જન્માક્ષર પ્રમાણે તેમનું નામ હરિ.. કૃષ્ણ, હરિકૃષ્ણ એમ ત્રણ નામ આપ્યા ત્યાગ, જ્ઞાન, તપ, ધર્મ, વૈરાગ્ય એ પાંચ ગુણએ શિવજી જેવા છે માટે આ બાળક નીલકંઠ નામે પ્રસિધ્ધ થશે. વગેરે કહી માર્કડેયઋષિએ બાળસ્વરૂપ ભગવાનના ચરણમાં સોળચિહ્ન છે વગેરે કહ્યું એટલુંકહી તેઓ તપા કરવા ચાલ્યા ગયા.

આવીરીતે ભગવાન શ્રી સ્વામીનારાયણનો જન્મ થયો અને પૃથ્વી પર આવી કરોડો જીવો પર કૃપા કરી લોકોને અને જ્ઞાનરૂપી ઉપદેશ આપી સર્વેને મોક્ષનો માર્ગ બતાવ્યો, ભગવાને કૃપા કરી આ બ્રહ્માંડની અડધી આવરદા ૪ અબજ વર્ષ થાય ત્યારે ભગવાનશ્રી સ્વામીમનારાયણ થયા અને એકાંતિક ધર્મની પ્રવર્તાવ્યો આવા શ્રી સ્વામીનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમળમાં કોટીકોટી દંડવત પ્રણામ.

- રાજેશ શશીકાંતભાઇ ત્રિવેદી,

મો. ૯૭ર૬૬ ૧૦૩૪૮

(11:52 am IST)