Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત શ્રીરામ મંદિરે કાલે રામનવમી ઉજવાશે

વેરાવળ-પ્રભાસ પાટણ તા. ર૪ :.. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી નદીના તટની સમીપે નવનિર્મિત રામ મંદિર ભગવાન શ્રીરામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌ પ્રથમ વખત જ રામનવમી ઉત્સવ ઉજવાશે.

પ્રભાસ ક્ષેત્રમાં કાલે સવારથી મોડી રાત્રી સુધી ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં પ્રાતઃ મંગળા આરતી સવારે ૬.૧પ કલાકે, નિત્ય પૂજન સવારે ૭ કલાકે, શૃંગાર આરતી સવારે ૮.૩૦ કલાકે, નુતન ધ્વજારોહણ સવારે ૧૦-૩૦ કલાકે, સવારના ૧૦.૩૦ કલાકથી સાંજના ૪ વાગ્યા સુધી ભાવિક ભકતો શ્રધ્ધાળુઓ માટે ફરાળી પ્રસાદ ભંડારો સતત ચાલુ રહેશે.

સવારે ૧૦.૪પ વાગ્યે શ્રીરામચંદ્ર જન્મોત્સવ પૂજન, મધ્યાહન બપોરના ૧ર વાગ્યે રામજન્મ આરતી, બપોરના ૧ર થી ૧.૩૦ સુધી છપ્પનભોગ દર્શન, સાંજે ૪.૩૦ કલાકે સુંદરકાંડ પાઠ સ્થાનીક શાસ્ત્રીશ્રી જસ્મીન જે. દવે તથા તેમના ગ્રુપ દ્વારા યોજવામાં આવશે અને મહાઆરતી સહસ્ત્ર દીપો દ્વારા સાંજે ૭ કલાકે યોજવામાં આવનાર છે. આ તમામ પ્રસંગોનું રામ મંદિર ખાતે આયોજન કરવામાં આવેલ છે.

રાત્રીના ૯ કલાકે શ્રીરામ મંદિર સામે પાર્કીંગ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સુપ્રસિધ્ધ સુફી ગાયક ઓસમાણ મીર અને પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર રસીકભાઇ બગથરીયા અને કલાવૃંદ કાર્યક્રમ રજૂ કરશે. લાભ લેવા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(11:45 am IST)