Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ઉના પોલીસ પટવાટ દ્વારા હેલ્થ ચેક- અપ કેમ્પ

ઉનાઃ પોલીસ લાઈન દ્વારા બોડી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમા પોલીસ પરિવાર, વેપારીઓ તથા સોસાયટીના રહીશો જરૂરિયાતમંદ ૨૦૦ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. પી.આઈ.ખુમાણ આ કેમ્પને ખુલ્લો મુકયો હતુ કે કામના ભારણને લીધે પોલીસ કર્મીઓ પોતાના શરીરે પ્રત્યે ધ્યાન આપી શકતા નથી જેથી પોતાના શરીરમા રહેલી ઉણપને ઓળખવા તેમજ  ફીટનેશ જાળવી શકે તેના માર્ગદર્શન માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. ડો.કેતન દવેએ જણાવ્યું હતુ કે ડાયાબીટીસ હાઈકોલરસ્ટેરોલ કાનીક બ્યઁકેમીયા કીડની ફેઈલ્ચર જેવા અનેક રોગો કોઈપણ ચિન્હ દર્શાવ્યા વગર આપણા શરીરમાં પ્રવેશી શકે છે. જો આ રોગોનું સમયસર નિદાન ન થાય તો શરીરને નુકશાન થાય અને જો સમયે નિદાન થાય તો મોટા ભાગના રોગોને અંકુશમાં લાવી અને મટાડી શકાય છે. વર્ષે એકવાર બોડી પ્રોફાઈલ દ્વારા ટેસ્ટ કરાવવુ અતિ આવશ્યક છે. કેમ્પમાં દર્દીઓને તપાસવામાં આવ્યાં તે તસ્વીર.

(11:45 am IST)