Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ગોંડલ શ્રીભુવનેશ્વરી શકિતપીઠના દર્શને વિજયભાઇ

ગોંડલઃ ચૈત્રી નવરાત્રીના પર્વમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગોંડલ ભુવનેશ્વરી શકિતપીઠના દર્શન કર્યા હતા. જગતધાત્રી મા ભુવનેશ્વરીના પુજન અર્ચન કરી સમગ્ર રાજયની સુખાકારી માટે મુખ્યમંત્રીએ મંગલ કામના કરી હતી. ભુવનેશ્વરી ઔષધાશ્રમમાં વિવિધ વિભાગોની મુલાકાત લઇ માહિતી મેળવી હતી. બ્રાહ્મણોના મંત્રોચાર સાથે તેમણે વિશેષ પુજા પણ કરી હતી. અહીં તેમના હસ્તે નારીશકિતને સાડીની લાણી (પ્રાસંગિક ભેટ)પણ આપી હતી. સંગ્રહાલયની મુલાકાત લઇને રાખવામાં આવેલી આયુવૈદના પ્રાચીન ગ્રંથો, ઔષધ નિર્માણની વિવિધ વસ્તુઓ તથા કલાકારીની અન્ય વસ્તુઓ તેમણે નિકાળી હતી. વિજયભાઇ રૂપાણીએ ભુવનેશ્વરી ઔષધાશ્રમની મુલાકાત લઇને વિવિધ પ્રકારના રોગ અને શારિરીક ઉપાધીના શમન-નિર્મૂલન માટે પ્રાચીન પરંપરા અને આધુનિ ટેકનોલોજીના સમન્વયથી બનાવવામાં આવતી વિવિધ દવાઓનું તેમણે નિહાક્ષણ કર્યુ હતું. અને જાણકારી પ્રાપ્ત કરી હતી આચાર્ય ઘનશ્યામજી મહારાજે ઔષધિ અંગે માહિતી પુરી પાડી હતી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધી સ્મૃતિથી મુલાકાત લઇ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને ભાવવંદના અર્પણ કરી હતી. ગોંડલ માં રાજવી સર ભગવતસિંહના શાસન દરમિયાન ગાંધીજીએ અહીની મુલાકાત લીધી હતી અને તેમને મહાત્માનું બિરૂદ અહીં આપવામાં આવ્યું હતું. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, રાજકોટના મેયર ડો.જયમનભાઇ ઉપાધ્યાય કાયદાપંચના સભ્ય અભયભાઇ ભારદ્વાજ, ઉદ્યોગપતિ તેમજ અગ્રણી રમેશભાઇ ધડુક, ચેરમેન યતિશભાઇ દેસાઇ, નિતીનભાઇ ભારદ્વાજ, ચેતનભાઇ રામાણી, રેન્જ આઇ. જી.ડી.એન.પટેલ, કલેકટર ડો.વિક્રાંત પાંડે, જીલ્લા પોલીસવડા અંતરીપ સુદ, જીલ્લા વિકાસ અધિકારી જી.ટી.પંડ્યા, ડાયેટના પ્રાચાર્યા શ્રીમતિ ચેતનાબેન વ્યાસ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અહેવાલઃ સી.આર.જયસ્વાલ-ગોંડલ)

(11:42 am IST)