Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ઉના પોલીસે દીવથી આવતી કારમાંથી પ૬ હજારનો દારૂ-બીયર જથ્થો પકડી પાડયો

ઉના તા. ર૪ : ગીરસોમનાથ જીલ્લાના પોલીસવડા હીતેષભાઇ જોઇસરની સુચનાથી ઉનાના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ. ખુમાકા, ડી સ્ટાફના જમાદાર પી.જે. વાઢેર તથા એ.ડી.ધાંધલ, સરમણભાઇ ભોયાભાઇ, પ્રદિપસિંહ ત્થા ભીખાભા કેશુરભાઇએ એહમદપુરૂ-માંડવી ચેકીંગ નાકાપાસે વાહનો ચેક કરતા હતા ત્યારે એક સફેદ કલરની કવોલીસ મોટરકાર ડી.ડી.૦૩-એફ-૦૦ર૪ નંબરને રોકાવી હતી.ચાલક ધ્રુતેશ ઉર્ફે ધુતકો મહેન્દ્રભાઇ સોલંકી (ખારવાડ) ઉ.ર૩ રે.ઘોઘલાવાળાને પુછપરછ કરી મોટરકાર ચેક કરતા પરપ્રાંતની ઇંગ્લીશ દારૂની પેટી નંગ-પ બોટલ નંગ ૬૦ ત્થા બીયર ટીન-૧ર૦ નંગ મળી રૂ. પ૬,૪૦૦ છપ્પનહજાર ચારસોનો દારૂ ત્થા મોટરકાર રૂ.૧,પ૦,૦૦૦ મળી રૂ. ર લાખ આઠ હજાર ચારસો રૂ.ના મુદામાલ સાથે પકડી પાડી ઉના પો.ઇન્સ. સ્ટેશને લાવી પુછપરછ કરતા આ દારૂનો જથ્થો જોન ઉર્ફે જાવીદ ફઝલભાઇ શેખ રે. નલીયા માંડવી વાળાએ ભરાવી આપેલ અને ભરતભાઇ સૂત્રપાડાવાળાને આપવાનો હતો તેમ માહીતી આપતા બન્ને સામે પણ ગુનો નોંધી તેમને પકડવા તજવીજ હાથ ધરી છે.

(11:40 am IST)