Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

સુરેન્દ્રનગરમાં દાઝી ગયેલુ કોળી દંપતિ ખંડિતઃ પત્નિ સીમાએ દમ તોડ્યોઃ બે પુત્ર મા વિહોણા

રાજકોટ તા. ૨૪: સુરેન્દ્રનગર ડાંગશીયાપરામાં રહેતી સીમાબેન ગોપાલ મુંજપરા (કોળી) (ઉ.૨૭) તા. ૧૦/૩ના રોજ સ્ટવ પર રસોઇ બનાવતી વખતે કેરોસીન પુરવા જતાં ભડકો થતાં દાઝી ગઇ હતી. ઠારવા જતાં પતિ ગોપાલ કાંતિભાઇ મુંજપરા (ઉ.૩૦) પણ દાઝતાં બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે પત્નિએ દમ તોડી દેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સલિમભાઇ ફુલાણી અને રવિભાઇ ગઢવીએ સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી હતી. મૃતકના માવતર મોરબી રહે છે. પતિ ગોપાલ છુટક મજૂરી કરે છે. સંતાનમાં બે પુત્ર છે જે મા વિહોણા થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(11:39 am IST)