Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

તાલાલા પાલિકાનું બાવન કરોડનું બજેટ બે મિનિટમાં જ પસાર

તાલાલા ગીર તા. ર૪ :.. તાલાલા નગરપાલીકાનું સને ર૦૧૮-ર૦૧૯ નું કુલ રૂ. પર કરોડ ૪૦ લાખ ર૦,૮૧૧ ની આવક સામે રૂ. પ૧ કરોડ ૬૬ લાખ ૮૪,૧૮૪ ની નગરમાં વિવિધ શેરી મહોલ્લામાં વિકાસની કામગીરી માટે ખર્ચે સાથેની રૂ. ૭૩ લાખ ૩૬ હજારની પુરાંતવાળુ બજેટ ઉપર કોઇપણ જાતની ચર્ચા-વિચારણા વિચાર વિમર્શ વગર માત્ર બે મીનીટમાં બહુમતીથી પસાર થઇ ગયુ હતું.

તાલાલા નગરપાલીકાના પ્રમુખ ભુપતભાઇ હીરપરાના અધ્યક્ષ સ્થાને પાલીકાની બેઠક મળી હતી.

આ બજેટના વર્ષ દરમ્યાન રૂ. ર કરોડ ૪૭ લાખની (તફાવત) સાથે ઓકટ્રોય ગ્રાન્ટ રૂ. ૬૦ લાખ બુનિયાદી મુડી ગ્રાન્ટ રૂ. ર કરોડ રપ લાખ ઘરવેરો રૂ. ૩પ લાખ સફાઇ ઉપકર રૂ. ૮૩ લાખ પાણી વેરો રૂ. ૧પ લાખ શિક્ષણ ઉપકર રૂ. રપ લાખ પ૦ હજાર રોશની વેરો, ઉપરાંત સરકારની વિવિધ યોજનાકીય ગ્રાન્ટની આવક જેવી કે રૂ. રર લાખ વ્યવસાય વેરા ગ્રાન્ટ રૂ. ૧ કરોડ પ૦ લાખ ૧૪ માં નાણાપંચ ગ્રાન્ટ, રૂ. ૧ કરોડ શહેરી ગરીબ યોજના માટે રૂ. ૧ર કરોડ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન ગ્રાન્ટ રૂ. ૭પ લાખ મનોરંજન કર ગ્રાન્ટ રૂ. ૭ લાખ, કેબલ ટીવી ગ્રાન્ટ ૧પ લાખ સફાઇ ઉપકર પ્રોત્સાહક ગ્રાન્ટ રૂ. રપ લાખ, ધારાસભ્ય ગ્રાન્ટ રૂ. ૩પ લાખ, સાંસદ ગ્રાન્ટ રૂ. ર૦ લાખ, કુદરતી આફત ગ્રાન્ટ રૂ. ૧પ લાખ, જાહેર આરોગ્ય ગ્રાન્ટ રૂ. ર૦ લાખ, સોલીડ વેસ્ટ ગ્રાન્ટ રૂ. ૧ કરોડ પ૦ લાખ, સ્વર્ણીમ જયંતી ગ્રાન્ટ રૂ. રપ લાખ ચોમાસા લક્ષી ગ્રાન્ટ રૂ. આઠ લાખ, પે એન્ડ યુઝ ગ્રાન્ટ રૂ. ર૦ લાખ, રાષ્ટ્રીય ઉજવણી ગ્રાન્ટ રૂ. ૧૦ લાખ, વાનવિયો ગ્રાન્ટ રૂ. રપ લાખ ચોમાસા લક્ષી ગ્રાન્ટ રૂ. આઠ લાખ, પે એન્ડ યુઝ ગ્રાન્ટ રૂ. ર૦ લાખ, રાષ્ટ્રીય ઉજવણી ગ્રાન્ટ રૂ. ૧૦ લાખ, વાનવિયો ગ્રાન્ટ રૂ. રપ લાખ ગંદા વિસ્તાર સુધારણા ગ્રાન્ટ રૂ. પ૦ લાખ ચોમાસા રોડ રસ્તા રીપેરીંગ ગ્રાન્ટ રૂ. ૩૦ લાખ.

શહેરમાં આંગણવાડી બનાવવા માટે રૂ. રપ લાખ ઉમ્મીદ કાર્યક્રમ રોજગાર ગ્રાન્ટ રૂ. ર૦ લાખ લાઇલીવુડ મિશન ગ્રાન્ટ રૂ. પ૦ લાખ શહેરના માર્ગ સુધારણા માટે ગ્રાન્ટ રૂ. પ૦ લાખ, આદિમ જૂથ વિસ્તાર માટે ગ્રાન્ટ રૂ. ૧પ લાખ, સ્મશાન તથા કબ્રસ્તાન સુધારણા માટે ગ્રાન્ટ રૂ. ૧ કરોડ પ૦ લાખ શહેરની આવાસ યોજના માટે ગ્રાન્ટ રૂ. ૧૦ લાખ, મનોકર એસ. સી. એસ. પી. ગ્રાન્ટ રૂ. ૩પ લાખ.

પીવાના પાણીની અછત ગ્રાન્ટ રૂ. પ૦ લાખ જીલ્લા આયોજન મંડળ ગ્રાન્ટ રૂ. ૩ કરોડ પપ લાખ શહેરના વિકાસ માટે (અર્બન ડેવલોપમેન્ટ યોજના ગ્રાન્ટ) રૂ. ૧ કરોડ પ૦ લાખ જનરલ પફોમન્સ ગ્રાન્ટ રૂ. ૯૦ લાખ, વ્યકિતગત શૌચાલય બનાવવા માટે રૂ. પ કરોડ, પાણી પુરવઠા અને ભુર્ગભ ગટર યોજનાના રોડ -રસ્તા રીપેરીંગ માટે ગ્રાન્ટ રૂ. ર કરોડ પ૦ લાખ સંભવીત વિવિધ યોજનાકીય ગ્રાન્ટ રૂ. એક કરોડ, પરચુરણ ગ્રાન્ટ રૂ. ૭ કરોડ પ૦ લાખ, ટુરીઝમ ડેવલોપમેન્ટ ગ્રાન્ટ રૂ. ૭પ લાખ, યોજનાકીય ગ્રાન્ટ રૂ. પ૦ લાખ વિવિધ યોજનાની ગ્રાન્ટનું વ્યાજ પાંચ લાખ, પે એન્ડ યુઝ રીપેરીંગ માટે રૂ. પાંચ લાખ વિવીધ ઉજવણી સહિત કુલ રૂ. પ૧ કરોડ, ૮૭ લાખ, ૯૬૦૬૧ ની અંદાજી આવક ઉપરાંત રૂ. પર લાખ ૩૪ હજાર ૭પ૦ કેસ બેલેન્સ સાથે રૂ. પર કરોડ ૪૦ લાખ ર૦૮૧૧ નું વાર્ષીક અંદાજીત આવક સામે તાલાલા શહેરમાં સર્વાંગી વિકાસ માટે શહેરની વિવિધ શેરી -મહોલ્લામાં થનાર વિકાસ લક્ષી કામગીરી પૈકી તાલાલા શહેરને રોશનીની ઝળહળતુ રાખવા ૬૧ લાખ રોશની તથા પાણી પુરવઠા માટે વિજળી ખર્ચ રૂ. પ૩ લાખ પ્રજાને પીવાનું પાણી આપવા તથા પીવાનું પાણી શુધ્ધ કરવા 'કલોરીન' ખર્ચ સહિત કુલ રૂ. પ૯ લાખ, તાલાલા શહેરને સ્વચ્છ રાખવા આરોગ્ય લક્ષી તમામ કામગીરી માટે રૂ. ૭,૩૮,૯પ૦૦૦

આ ઉપરાંત સરકારી આયોજન મંડળ, સાંસદ, સ્વભડોળ સહિતની સરકારશ્રીની યોજનાકીય તાલાલા નગરપાલીકાને ફાળવેલ  ગ્રાન્ટમાંથી રૂ. ૩પ કરોડના ખર્ચે શહેરની સુખાકારી માટે વિવિધ લોક ઉપયોગી સર્વાંગી વિકાસની કામગીરી સહિત કુલ રૂ. પ૧ કરોડ ૬૬ લાખ ૮૪૧૮૪ ના શહેરીજનોની જાહેર સુખાકારી પાછળ થનાર ખર્ચે સાથે રૂ. ૭૩ લાખ ૩૬ હજાર ૬ર૭ ની પુરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું.

આ બજેટ ઉપર કોઇપણ જાતની ચર્ચા વિચારણા વગર માત્ર બે મીનીટમાં જ ૧૪ વિરૂધ્ધ છ મતોથી પાલીકાનું બજેટ મંજૂર કરવામાં આવ્યુ હતું.

તાલાલા નગરપાલીકાની આ બજેટ બેઠકમાં ભાજપ ૧૪ કોંગ્રેસના છ સભ્યો મળી કુલ ર૦ સભ્યો હાજર હતાં. જયારે કોંગ્રેસના અન્ય ચાર સભ્યો ગેરહાજર હતાં.

તાલાલા મામલતદાર અને પાલીકાના ચીફ ઓફીસર શ્રી સાકરીયાભાઇએ પાલીકાની બજેટ બેઠકનું સંચાલન કર્યુ હતું.

(11:39 am IST)