Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ગાયત્રી માતાજીનો ગૂંજશે જયજયકાર... સોમવારે વાંકાનેરમાં શકિતપીઠનો ર૬મો પાટોત્સવ

પૂજન-અર્ચન, પંચકુંડીયજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધર્મભીના કાર્યક્રમોનો લ્હાવો લઇ ભાવિકો અનુભવશે ધન્યતા

તસ્વીરોમાં માતાજીના થઇ રહેલા દર્શન તથા શકિતપીઠ દર્શાય છે.

વાંકાનેર, તા. ર૪ : અહીંયા સુપ્રસિધ્ધ વેદમાતા શ્રી ગાયત્રી શકિતપીઠનો ર૬મો પાટોત્સવ ધર્મ-ભકિત, પંચકુંડી-ગાયત્રી યજ્ઞ-મહાપ્રસાદ સહિતના પાન કાર્યો સાથે સોમવારે આસ્થાભેર ઉજવાશે.

ડુંગરા ઉપર બીરાજતા શ્રી મહાકાળી માતાજીની તળેટીમાં રૂષિયુગ્મ શ્રી રામશમોજી આચાર્ય તથા માતાજીની સુક્ષ્મ ઉપસ્થિતમાં નિર્માણ પામેલા શ્રી ગાયત્રી શકિત પીઠ ધામને ર૬ વર્ષ થતા પાટોત્સવ ધામેધૂમથી ઉજવવાનું આયોજન છે.

જેમાં ગાયત્રી શકિત પીઠમાં સ્થાપિત દેવી-દેવતાઓનું સવારે પ-૦૦ વાગ્યે પુજન અર્ચના, સવારે ૮-૦૦ વાગ્યાથી પંચકુંડી ગાયત્રી યજ્ઞનો પ્રારંભ થયા બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ દેવતાને આહુતી અપાશે, જયારે બપોરે ૧ર વાગ્યે પૂર્ણાહૂતિ હોમ બાદ મહાઆરતી-થાળ સાથે માતાજીને ભાવ વંદના બાદ મહાપ્રસાદ યોજાનાર છે. સૌ ભાવિકોને લાભ લેવા ગાયત્રી શકિતપીઠના શ્રી અશ્વીનભાઇ રાવલ તથા ગાયત્રી પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

(11:37 am IST)