Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

જસદણ પાલિકા દ્વારા મુકવામાં આવેલ લીટલ ડસ્ટબીન અંગે પાલિકા સદસ્યે માહિતી માંગી

જસદણ પાલિકામાં પડેલા લીટલ ડસ્ટબીનની તસવીરો.

જસદણ તા. ર૪: નગરપાલિકામાં ફરી ભાજપનું શાસન આવ્યું છે અને ભાજપનાં ચૂંટાયેલા તમામ ર૩ સભ્યો ભ્રષ્ટાચારનું સદા મૂળ કાઢવા માટે સજાગતા દાખવી રહ્યા છે. ત્યારે જસદણ નગરપાલિકાનાં સેનિટેશન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી હટાવવા માટે ૧૦૦ જેટલા લીટલ ડસ્ટબીન મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ પાલિકાનાં અધિકારીઓએ એક ડસ્ટબીન લગાવવાની રૂ. ૧ર૦૦ મજુરી નકકી કરતા વોર્ડ નં. ર નાં સદસ્ય બીજલભાઇ ભેસજાળીયા અને વોર્ડ નં.પ નાં સદસ્ય નરેશભાઇ ચોહલીયાએ તેનો વિરોધ કરતા પાલિકાએ માત્ર પ-૬ સેમ્પલ ઉભા કરી કામને પડતું મુકી દીધું હતું. જેના પગલે વોર્ડ નં. ર નાં સદસ્ય બીજલભાઇ ભેસજાળીયાએ પાલિકા ચીફ ઓફિસર પાસે કેટલા લીટલ ડસ્ટબીનની ખરીદી. કોના નામે વર્કઓર્ડર અપાયો છે. એક લીટલ ડસ્ટબીન લગાવવાની મજુરી કેટલી વગેરેની માહિતી માંગતા પાલિકા તંત્ર ધંધે લાગ્યું હતું.

આ અંગે જસદણ પાલિકાનાં વોર્ડ નં. ર ના સદસ્ય બીજલભાઇ ભેસજાળીયાએ પાલિકા ચીફ ઓફિસર પાસે માંગેલી માહિતીમાં જણાવ્યું હતું કે, જસદણ નગરપાલિકા દ્વારા નવી પોર્ટેબલ ડસ્ટબીનની ખરીદી કરવામાં આવી છે જેને હાલ જસદણ શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે તેમજ જુદા જુદા વિસ્તારોમાં લગાડવામાં આવી છે તેને ફીટીંગ કરવાનો વર્કઓર્ડર કોના નામનો છે તેમજ કઇ તારીખથે વર્કઓર્ડર આપવામાં આવેલી છે. એક પોર્ટેબલ ડસ્ટીબીન ફીટીંગ કરવાની મજુરી કેટલી છે જેની માહિતી પુરી પાડવા લેખિત માંગ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે એક લીટલી ડસ્ટબીન ફીટીંગ કરવાની શું રૂ. ૧ર૦૦ મજુરી હોય ખરા પાલિકાની તિજોરી પર કયારેય જમનો હાથ અમે પડવા નહિં દઇએ અને ભ્રષ્ટાચાર થતો જણાશે ત્યાં વિરોધ રહેશે તેવું અંતમાં જણાવ્યું હતું.

આ અંગે જસદણ પાલિકાનાં સેનેટરી ઇન્સ્પેકટર રાયધનભાઇ બકોરીચાએ જણાવ્યું હતું કે, અત્યારે ૧૦૦ જેટલા લીટલ ડસ્ટબીન પાલિકામાં આવ્યા છે તેને લગાવવા માટે બાંધકામ અને મેન્ટેનન્સ વિભાગને કામગીરી સોંપવામાં આવી છે એક લીટલ ડસ્ટબીન રૂ. ર૪૦૦માં એવા ૧૦૦ ખરીદ કરવામાં આવ્યા છે

(11:37 am IST)