Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

દેવભૂમિ દ્વારકાના પ્રાથમિક શાળાના આચાર્યોને 'બાળ સુરક્ષા - બાળકોના કાયદાઓ' સંદર્ભે તાલીમ અપાઇ

સમાજ સુરક્ષા અધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીના સંકલન, માર્ગદર્શનથી તાલીમ ગ્રામ્ય સ્તરે લોકઉપયોગી બની રહેશે

દેવભૂમિ દ્વારકા તા.૨૪ : બાળ સુરક્ષા એકમ ૧૮ વર્ષથી નીચેના કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા, કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો તેમજ મુશ્કેલીમાં મુકાયેલા બાળકો માટે કાર્યરત છે. જે જુવેનાઇલ જસ્ટિસ એકટ-૨૦૧૫, જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ તેમજ બાળકોના અન્ય કાયદાઓ સંદર્ભે જિલ્લા સ્તરે સબંધિત વિભાગો/ કચેરીઓ સાથે રહી અમલીકરણ કરે છે.

દેવભૂમી દ્વારકાના કુલ ૬૦૦ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓની તાલુકા સ્તરે બી.આર.સી. ભવન ખાતે 'બાળ સુરક્ષાની યોજનાઓ તેમજ કાયદાઓ' સંદર્ભેની તાલીમોનું તાલુકા વાઇઝ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જિલ્લાના તમામ તાલુકાના આચાર્યશ્રીઓ સહભાગી થયા હતા અને બાળ સુરક્ષાને અમલીક કરવા સક્ષમ બન્યા છે.

તાલીમ દરમ્યાન પાલક માતા-પિતા યોજના, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, બાળ કલ્યાણ સમિતિ, સ્પેશ્યલ જુવેનાઇલ પોલીસ, ગ્રામ્ય-તાલુકા બાળ સુરક્ષા સમિતિ, બાળ સંભાળ ગૃહો અને બાળકો સાથે થતાં અપરાધીક વ્યવહારથી થતા દંડ અને સજા વિશેની માહિતી ગ્રામ્ય સ્તર સુધી પહોચે તે માટેની તાલીમો આપવામાં આવી હતી અને પ્રશ્નોતરી-જવાબો સાથે તાલીમ સંપન્ન થઇ હતી.

તાલીમોનું સંચાલન જિલ્લા બાળ સુરક્ષા એકમ દેવભૂમિ દ્વારકા દ્વારા કરવામાં આવેલ હતું.  આ તાલીમમાં પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વાઢેર, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રીઓ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી, બી.આર.સી., સી.આર.સી. તથા જિલ્લાની પ્રાથમિક શાળાના આચાર્યો ઉપસ્થિત રહયા હતા.(૨૧.૪)

 

(10:25 am IST)