Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

માળિયા મીંયાણાના સરકારી ગોડાઉનની જર્જરિત હાલતઃ ચોમાસામાં અનાજ નહીં રહી શકે તેવી સ્થિતિ

મોરબી તા. ૨૪ : માળિયા તાલુકા મથકે આવેલું સરકારી અન્ન સંગ્રહનું ગોડાઉન માંદગીની સ્થિતિમાં હોય જે અંગે તાજેતરમાં પુરવઠા વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ગોડાઉનમાં અનેક ખામીઓ ધ્યાન પર આવી હતી તો આ મામલે ઉચ્ચ કક્ષાએ રીપોર્ટ પણ કરવામાં આવ્યો છે.

માળિયા તાલુકા મથકે અન્ન નાગરિક પુરવઠા નિગમ લી. સંચાલિત ગોડાઉન આવેલું હોય જે ગોડાઉન માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘની માલિકીનું છે અને નિગમ તરફથી ભાડા કરારથી ભાડે રાખવામાં આવ્યું છે. મોરબી જીલ્લામાં જુલાઈ ૨૦૧૭ માં થયેલી અતિવૃષ્ટિમાં ગોડાઉનમાં પાણી ભરાઈ જવાથી હાજર જથ્થો પલળી ગયો હોય જેથી નિગમ દ્વારા માળિયા ખાતેનું ગોડાઉન માળિયા તાલુકાના ચાચાવદરડા ગામના બિનખેતી થયેલ સર્વે નંબરમાં આવેલ બિલ્ડીંગ ભાડા કરારથી રાખવામાં આવેલ છે જોકે તાજેતરમાં પુરવઠા ટીમે ગોડાઉનનો સર્વે કર્યો હતો જેમાં અનેક ક્ષતિઓ ધ્યાનમાં આવી હતી. ગોડાઉન મેનેજરના જણાવ્યા અનુસાર નિગમ તરફથી દર માસે ૪૮,૦૦૦ ભાડું ચુકવવામાં આવે છે જકે આ ગોડાઉનના બિલ્ડીંગ પરની છત પતરાની છે અને ખુબ જર્જરિત હાલતમાં છે જેથી ચોમાસાની સીઝનમાં અનાજ રાખી શકાય તેમ નથી

તે ઉપરાંત ગોડાઉનની ચારે તરફની દીવાલ જર્જરિત છે જેના પ્લાસ્ટરના પોપડા પણ પડે છે. ગોડાઉનને ત્રણ ભાગમાં શટરવાળા દરવાજા આવેલ છે જે ખરાબ સ્થિતિમાં છે અને શટરના ઉપરના ભાગેથી ગોડાઉનમાં પ્રવેશી સકાય તેમ હોવાથી ચોરીની સંભાવના પણ રહે છે. ગોડાઉન મેનેજરે ખુદ પુરવઠા અધિકારીને જણાવ્યું હતું કે નિગમની જીલ્લા કહ્રચેરી તરફથી પુરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી. ગોડાઉનમાં અગ્નિશામક યંત્ર નથી તો ઓનલાઈન કનેકટીવીટી પણ મળતી નથી જેથી ગોડાઉન પરથી ડોરસ્ટેપ મારફતે જથ્થો પહોંચાડવા ડીલીવરી ચલણો માટે મોરબી અથવા માળિયા જવું પડે છે તો તોલમાપ રીન્યુઅલ માટે ગુજરાત સ્કેલ કંપનીને રીન્યુઅલ ફી ભરી આપી છે જે પ્રમાણપત્ર આજ દિવસ સુધી મળ્યું નથી અને ગોડાઉન સુધીનો રસ્તો રીપેર કરવામાં નહિ આવે તો ચોમાસાની સીઝનમાં વાહનો અંદર લઇ જઈ શકાય તેમ નહિ રહે આમ ગોડાઉનમાં અનેક ખામીઓ ધ્યાન પર આવતા આ મામલે ઉચ્ચ કક્ષાએ રીપોર્ટ કરવામાં આવશે અને ચોમાસા પૂર્વે કામગીરી થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમ જીલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટે જણાવ્યું હતું.(૨૧.૪)

(10:25 am IST)