Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

જામનગર આવાસ કોલોનીમાં ત્યકતાએ 7 વર્ષની પુત્રી સાથે ચોથા માળેથી ઝપલાવતાં કરૂણમોત :પુત્રી ગંભીર

છુટાછેડા લીધેલી અને માવતરે રહેતી વર્ષાબેન ઓડિયા(ઉ.વ.૩૦) નામની પટેલ મહિલાએ સાત વર્ષની પુત્રી તાન્યા સાથે ચોથા માળેથી છલાંગ લગાવી

 

જામનગર શહેરના આવાસ કોલોનીમાં રહેતી ત્યકતાએ સાત વર્ષની પુત્રી સાથે ચોથા માળેથી ઝંપલાવતાં માતાનું ઘટના સ્થળે કરૂણમોત નીપજ્યું છે જ્યારે પુત્રીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે

અંગેની વિગત મુજબ જામનગરની સત્યમ કોલોની પાસે આવેલી આવાસ કોલોનીમાં છુટાછેડા લીધેલી અને માવતરે રહેતી વર્ષાબેન જેરામભાઈ ઓડિયા(..૩૦) નામની પટેલ મહિલાએ તેણીની સાત વર્ષની પુત્રી તાન્યા સાથે ચોથા માળેથી કોઈ કારણોસર ઝંપલાવતાં માતા વર્ષાબેનનું નીચે પડતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે બાળકી(પુત્રી)ને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તેણીની હાલત પણ ગંભીર ગણાવાય રહી છે.

    બનાવની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળીને પી.એમ.માટે મોકલી આપ્યો છે. પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે. બનાવ અંગેનું કારણ જાણવા મળ્યું નથી.

(11:39 am IST)