Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

બગસરાના મુંજીયાસરમાં ભાજપનો ભગવો લહેરાવવા જતા ધાબા પરથી પટકાતા પેજ પ્રમુખ કાળુભાઇ રાદડિયાનું મૃત્યુ

ભાજપમાં ભારે શોકનો માહોલ: અમરેલી જિલ્લા ભાજપ દ્વારા દુઃખ વ્યક્ત કરાયું

ચૂંટણી ટાણે જ બગસરાના મુંજીયાસર ગામે ભાજપના નેતાના નિધનથી શોકની લાગણી ફરી વળી છે. ભાજપનો ધ્વજ ધાબા પર લગાવતી વખતે પેજ પ્રમુખનું અકસ્માતે પડી જતા મોત નીપજ્યું છે.

 ભાજપના કાર્યકર અને પેજ પ્રમુખ કાળુભાઇ રાદડિયાનું મૃત્યુ થતા ભાજપ અધ્યક્ષને સ્થાનિક આગેવાનોએ જાણ કરી છે. પેજ પ્રમુખનું સારવાર દરમિયાન મોત થતા અમરેલી જિલ્લા ભાજપ દ્વારા દુઃખ વ્યક્ત કરાયું છે. કાળુભાઈ રાદડિયા પોતાના ધાબા પર લગાવવા માટે ચડ્યા હતા. જેથી અકસ્માતમાં તેમનો પગ લપસી જતા તેઓ જમીન પટકાયા હતા. જેથી તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે તેઓનું નિધન થયું છે. તેઓના નિધનને લઈ ભાજપમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ ગુજરાતની 6 મહાનગરપાલિકાના પરિણામો આવી ગયા છે. જેમા ભાજપનો શાનદાર વિજય થયો છે અને કોંગ્રેસનો સુપડો સાફ થઈ ગયો છે. ભાજપના વિજયને લઈ ઠેર ઠેર વિજયોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો.

(8:21 pm IST)